Home /News /sabarkantha /

સાબરકાંઠામાં ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા, 9 આરોપીઓને ઝડપી પાડ્યા

સાબરકાંઠામાં ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા, 9 આરોપીઓને ઝડપી પાડ્યા

9 આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા

હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે

    ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા જીલ્લા માં ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા મળી છે.  એમડી ડ્રગ્સ સાથે 9 આરોપીઓની અટકાયત કરીને કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદર્થ પદાર્થ મોફાડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે ત્યારે સાબરકાંઠા પોલીસ પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોડ હાથ ધરી છે, ત્યારે રાત્રિ દરમિયાન બાતમીના આધારે જીલ્લા જેલ આગળથી બે લોકો વાહન લઈને જૂની સિવિલથી મહેતાપુરા જઈ રહ્યા હતા ત્યારે એસઓજીની ટીમ દ્રારા જીલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી ડ્યુએટ પર બેસેલ બે લોકોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી માદક પદાર્થ મેફાડ્રોન 35 ગ્રામનો જથ્થો મળી આવેલ જેની કિંમતી 3.50 લાખ છે. એસઓજીએ આરોપીઓની આકરી પૂછપરછ કરતાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા.

    એસઓજીએ ઝડપેલા આરોપીઓ પાસે 35 ગ્રામ ડ્રગ્સ સાથે બે ડીજીટલ ઈલેક્ટ્રીક વજન કાંટા, ત્રણ મોબાઈલ, અને એક હિરો કંપનીનુ ડ્યુએટ પણ કબજે લઈને કુલ મળી 4 લાખ 700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપેલા આરોપીઓની આકરી પૂછપરછ કરતાં અન્ય 10 જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા જે પૈકી 9 જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે તો અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ જણાવેલ કે હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા સુરેલી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાને હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો તો જુદા-જુદા તેમના ગ્રાહકો સોહિલ મોડાસીયા, નજર સૈયફ, ટીલુબાપુ, શ્રી પાલ સિંહ રાઠોડ, સૌરભ સુથાર, તથા અબ્રાર અહેમદે મંગાવ્યો હતો. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

    ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરીને અટકાયતી પગલા ભર્યા છે ત્યારે એસઓજીને પણ એક મોટી સફળતા મળતા 9 જેટલા આરોપી ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડાવેલ છે કે કેમ? આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

    ઝડપાયેલ આરોપી

    ૧- મોહમ્મદ કાબીલ ચોરવાલા, હિંમતનગર
    ૨- ક્રુણાલ રજનૂકાન્ત પંચાલ, હિંમતનગર
    ૩- મહંમદ રફીક ઉર્ફે લાલો મહંમદ હનિફ કુરેલી, હિંમતનગર
    ૪- સોહિલ સ્વાદ અહેમદ મોડાસીયા, હિંમતનગર
    ૫- નઝર ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ, હિંમતનગર
    ૬- જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢિયાર, હિંમતનગર
    ૭-શ્રીપાલસિંહ મુકેશ સિંહ રાઠોડ, હિંમતનગર
    ૮-સૌરભ દિનેશભાઈ સુથાર, હિંમતનગર
    ૯- અબ્રાર અબ્દુલ હકિમ પાંચભૈયા, હિંમતનગર
    સમુનખાન પઠાણ રહે કોટડા છાવણી રાજસ્થાન (હાલ ફરાર)
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Arrested, Crime news, Drug, Gujarat News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन