Home /News /sabarkantha /ખેડબ્રહ્મા: અકસ્માતમાં જીવ ગુમાવનાર શિવમ પ્રજાપતિને ધો-10માં 98.96 ટકા આવ્યા

ખેડબ્રહ્મા: અકસ્માતમાં જીવ ગુમાવનાર શિવમ પ્રજાપતિને ધો-10માં 98.96 ટકા આવ્યા

ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસે બે દિવસ અગાઉ રાત્રી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આજે ધોરણ 10ના પરિણામમાં શિવમને 98.96 ટકા આવ્યા છે અને એણે એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં આ શિવમ પ્રથમ આવ્યો છે પરંતુ કમનશીબ કે આ દીકરો પોતાનું પરિણામ જ ન જોઈ શક્યો તો સાથે માતા અને પિતા પણ દીકરાની ખુશીમાં સામેલ થઈ શક્યા નહિં.

વધુ જુઓ ...
    ઈશાન પરમાર, સાબરકાંઠા: ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસે બે દિવસ અગાઉ રાત્રી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈડર તરફથી આવતી કારે ફાસ્ટ સ્પિડે ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્નિ અને દીકરો બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન જ માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.

    ખેડબ્રહ્માના વાસણા રોડ પર રહેતા પ્રજાપતિ પારસભાઈ તેમના પત્ની દર્શનાબેન અને પુત્ર શિવમનું  સોમવાર રાત્રીના 10.30 વાગે બાઈક લઈને પેટ્રોલ પુરાવા આવ્યા હતા અને પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઈડર તરફથી આવતી અમેજ કાર ચાલકે ગફલતભરી અને પુર ઝડપે હંકારતા બાઈકને ટક્કર મારી હતી. જેમાં પરિવારના ત્રણેય જણોને ગંભીર ઈર્જાઓ પહોચી હતી. જેમાં પત્ની અને દીકરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ તો પતિને માથાના ભાગે ગંભીર ઈર્જાઓ થતા ખેડબ્રહ્મા બાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેઓ હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. પુત્ર શિવમ કે જે સમગ્ર ખેડબ્રહ્મામાં હોશિયાર વિદ્યાર્થી હતો અને તેણે ધોરણ 10ની પરિક્ષા આપી હતી પંરતુ તેનું પરિણામ હાલ માતા-પિતા કે શિવમ પણ જોઈ શક્યો નથી.

    આ પણ વાંચો: અમદાવાદમાં રમાનાર છેલ્લી 2 મેચની ટિકિટો માટે પડાપડી, જાણો કિંમત અને બુકિંગની પ્રક્રિયા

    આજે ધોરણ 10ના પરિણામમાં શિવમને 98.96 ટકા આવ્યા છે અને એણે એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં આ શિવમ પ્રથમ આવ્યો છે પરંતુ કમનશીબ કે આ દીકરો પોતાનું પરિણામ જ ન જોઈ શક્યો તો સાથે માતા અને પિતા પણ દીકરાની ખુશીમાં સામેલ થઈ શક્યા નહિં. માતા પુત્રનું મોત થયુ તો પિતા હાલ જીવન મરણ પથારી પર છે.

    પરિવારજનોએ આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોધાવી છે પરંતુ હાલ તમામની એક જ માંગ છે કે આ કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને પરિવારને ન્યાય મળે.



    માતા-પુત્રનું મોત અને પિતા ગંભીર રીતે ઘાયલ છે. તેના કારણે પરિવાર સહિત સમગ્ર સમાજમાં ભારે દુઃખ જોવા મળ્યુ છે તો એક બાજુ સારા પરિણામને લઈને ખુશી તો જોવા મળી પરંતુ જે પરિણામની માતા-પિતા અને શિવમ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ જ હાલ તો પરિણામ જોઈ શક્યા નથી, તો શિવમ અને તેની માતા ક્યારેય પરિણામ જોઈ શકશે જ નહીં.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: 10th Results, Khedbrahma, Sabarkantha

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો