
હિંમતનગરઃ હિંમતનગરમાં પર પ્રાંતિય મહિલા લગ્ન કરીને હિંમતનગરમાં લાવવામાં આવ્યા હતી અને લગ્નના થોડા જ દિવસો બાદ આ મહિલાઓ પરિવારજનોને ચુનો લગાવી રફુચક્કર થઈ ગઈ હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસ આરોપી મહિલા સહિત તેની ફોઈની અટકાયત કરી છે અને ગુજરાતમાં પણ આ પ્રકારે અનેક જગ્યાએ કારસ્તાન કર્યા હોય તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.આમ તો મુળ નાશિકની આ લુંટેરી મહિલા છે અને ગુજરાત ભરમાં આ પ્રકારે લોકોને લુંટે છે અને લગ્ન કરીને લોકોનુ ઘર સાફ કરીને ફરાર થઈ જાય છે.