Home /News /sabarkantha /સાબરકાંઠા: અચાનક જ કાર પલટી ગઇ, લોકો પતંગ ચગાવવાનું છોડી મદદ માટે દોડી આવ્યા
સાબરકાંઠા: અચાનક જ કાર પલટી ગઇ, લોકો પતંગ ચગાવવાનું છોડી મદદ માટે દોડી આવ્યા
ઇડરના ગંભીરપૂરા પહાડી રોડ ઘાટી વિસ્તારમાં કાર પલટી મારી
Sabarkantha Accident: ઇડરના ગંભીરપૂરા પહાડી રોડ ઘાટી વિસ્તારમાં કાર પલટી મારી. કારચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા થયો અકસ્માત. સ્થાનિક લોકો પતંગ ચગાવવાનું છોડી મદદ માટે દોડી આવ્યા
સાબરકાંઠા: ઇડરમાં કાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ઇડરના ગંભીરપૂરા પહાડી રોડ ઘાટી વિસ્તારમાં કાર પલટી મારી હોવાની ઘટના બની છે. કાર ઘાટી વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક જ કાર પલટી મારી ગઇ હતી. જે જોતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
લોકો પતંગ ચગાવવાનું છોડી દોડી આવ્યા
આજે સવારે ઇડરના ગંભીરપૂરા પહાડી રોડ ઘાટી વિસ્તારમાં કાર અકસ્માત સર્જાયો હતો. કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અને કાર પલટી મારી ગઇ હતી. જે જોતાં સ્થાનિક લોકો પતંગ ચગાવવાનું છોડી કારચાલકને બચાવ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પલટી મારેલી કારને સીધી કરી હતી. ઘટનાને પગલે રોડ ઉપરના ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
શુભ પ્રસંગ ક્યારે અશુભ બની જાય તે કોઈ જાણતું નથી. આવી જ એક ઘટના જેતપુર પાસે બની છે. કેશોદથી રાજકોટ દિકરાની સગાઈ કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો છે. બોલેરો ગાડીનો હુક નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેતપુર પોલીસે અક્સમાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.