Home /News /sabarkantha /સાબરકાંઠાની આ મિલમાં મગફળી લઇને જાવ તો મફતમાં કાઢી આપે છે તેલ

સાબરકાંઠાની આ મિલમાં મગફળી લઇને જાવ તો મફતમાં કાઢી આપે છે તેલ

જો તમે ઉત્તર ગુજરાતમાં રહો છો અને તમે ઓર્ગેનિક મગફળીનું વાવેતર કર્યું હોય અને જો તેનું તેલ કાઢીને વેચવાની તમારી ઈચ્છા હોય તો પહેલા તો તમારે સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવવી પડતી હતી

જો તમે ઉત્તર ગુજરાતમાં રહો છો અને તમે ઓર્ગેનિક મગફળીનું વાવેતર કર્યું હોય અને જો તેનું તેલ કાઢીને વેચવાની તમારી ઈચ્છા હોય તો પહેલા તો તમારે સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવવી પડતી હતી

ઈશાન પરમાર, હિંમતનગર : સામન્ય રીતે મગફળીનું તેલ કઢાવવું હોય તો ઓઈલ મિલ કંપનીઓ તમારી પાસેથી સારામાં સારા રૂપિયા ખંખેરતા હોય છે પણ સાબરકાંઠા જીલ્લામાં આનાથી અલગ એક નવી શરૂઆત થઇ છે. જ્યાં તમે તેલ કઢાવવા મગફળી લઈને જશો તો ફેક્ટરી માલિક તમેન મફતમાં તેલ કાઢી આપે છે.

'પહેલા તેલ કઢાવવા સૌરાષ્ટ્ર બાજુ જવું પડતું હતુ'

જો તમે ઉત્તર ગુજરાતમાં રહો છો અને તમે ઓર્ગેનિક મગફળીનું વાવેતર કર્યું હોય અને જો તેનું તેલ કાઢીને વેચવાની તમારી ઈચ્છા હોય તો પહેલા તો તમારે સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવવી પડતી હતી અને પછી ત્યાંના ઓઈલ મિલ સંચાલકો જેટલા રૂપિયા માંગે એટલે તમારે આપવા પડતા. પરંતુ હવે પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે છેલ્લા એક વર્ષથી નવી ઓઈલ મિલની શરૂઆત કરાઈ છે. જ્યાં લોકો મગફળી લઈને જાય તો તેમને મફતમાં તેલ કાઢી આપવામાં આવે છે. તેના બદલામાં તેમાંથી નીકળતો વેસ્ટ તેઓ રાખે છે.

કુળદેવીના દર્શન માટે દીકરીને લેવા નીકળેલા માતા, પિતા, કાકાનું કાર અકસ્માતમાં મોત, પરિવારમાં માતમ

તેલ કાઢતા નીકળતો વેસ્ટ તેઓ લે છે

ઈશ્વરભાઈ અને તેમના મિત્ર હસમુખભાઇ દ્વારા આ એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં મગફળીનું તેલ મફતમાં કાઢી આપવામાં આવે છે. જો કે મગફળીનો જે વેસ્ટ વધે તેને તઓ રાખી લે છે અને આ વેસ્ટમાંથી તેઓ કંપનીનો ખર્ચો કાઢી રહ્યા છે.  સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં તેમણે કરેલી આ શરૂઆત કમાવા માટે નહિ પણ લોકોના સ્વાસ્થ્ય માટે શરુ કરી છે.



શુદ્ધ તેલ ખાવા મળે છે'

સોનાસણના ગ્રાહક સુરેશભાઈએ આ અંગે જણાવ્યું કે, આ ઓઇલ મીલથી અમે લોકો મગફળીનું શુદ્ધ તેલ ખાઇ શકીએ છીએ. પહેલા અમારી મગફળીનું તેલ કઢાવવા માટે અમારે છેક સૌરાષ્ટ્ર જવું  પડતું હતું. જેમાં ખર્ચ પણ ઘણો થતો હતો પરંતુ અહીં આ વ્યવસ્થા થતા અમે રાહત અનુભવી છે અને અમને કોઇ ખર્ચ પણ નથી થતો.

આવી વ્યવસ્થા? પરીક્ષા સમયે જ ગુજરાત યુનિવર્સિટીએ દરવાજા બંધ રાખતા વિદ્યાર્થીઓ અટવાયા

ગાંભોઈ ગામના ગ્રાહક, જીગરભાઇનું કહેવું છે કે, પહેલા અમે બહારથી લાવીને તેલ ખાતા હતા જે બધાને ખબર જ છે કે , તેમાં કેમિકલ હોય જ  છે. પરંતુ જ્યારથી મને ખબર પડી છે કે, અહીં કોઇપણ ચાર્જ વગર તેલ કાઢી આપે છે ત્યારથી હું અહીં જ મગફળી લઇને આવું છું અને તેઓ આપણી સામે જ આપણી મગફળીમાંથી તેલ કાઢી આપે છે. તખતગઢમાં આ નવી શરૂઆત થયા બાદ લોકોની સમસ્યાઓનો હલ આવી ગયો છે.
First published:

Tags: Groundnut oil, Sabarkantha, ગુજરાત