Home /News /sabarkantha /હિંમતનગરઃ ડુંગળીના ભાવને નિયંત્રણમાં લાવવા મામલતદારે વેપારીઓને સૂચના આપી

હિંમતનગરઃ ડુંગળીના ભાવને નિયંત્રણમાં લાવવા મામલતદારે વેપારીઓને સૂચના આપી

ડુંગળીની તસવીર

સમગ્ર ભારતમાં હાલ તો વરસાદી માહોલ છવાયો છે અને વધુ વરસાદને લઈને તમામ શાકભાજી મોધીદાટ થઈ રહી છે.

ઇશાન પરમાર, સાબરકાંઠાઃ ગરીબોની કસ્તૂરી સમાન ડુંગરીના (Onions) ભાવો આસમાને પહોચતા હિંમતનગરના (Himmatnagar)મામલતદારે (mamlatdar)વેપારીઓ સાથે બેઠક યોજીને ભાવને નિયંત્રણ (Price control)માટેની સૂચનાઓ આપી છે. અને આકસ્મિક તપાસમાં ભાવ વધુ હશે તો વેપારીઓ સામે કાર્યવાહી પણ કરાશે. તો સામે માલની આવક ઓછી થતા ભાવ દીવસેને દિવસે વધી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સમગ્ર ભારતમાં હાલ તો વરસાદી માહોલ છવાયો છે અને વધુ વરસાદને લઈને તમામ શાકભાજી મોધીદાટ થઈ રહી છે. ત્યારે રસોડાની રાણી અને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે જાણે લઈને ગ્રાહકો પણ પરેશાન થઈ ગયા છે. નોધનીય છે કે વધુ વરસાદને લઈને નાસિક, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારમાં ડુંગરીના વાવેતરમાં નુકસાન જોવા મળ્યું છે. આંમ તો વધુ વરસાદને લઈને ડુંગળી વાવેતર ભારે બગાડ થયો છે જેથી ડુંગળીની આવક પણ ગુજરાતમાં ઘટી છે. જેથી અછત સર્જાઈ છે જેથી ભાવ આસમાને પહોંચ્યા છે અને જે ભાવો હજી એક મહિના સુધી ઘટે તેવી શક્યતા નથી.

આમ તો ડુંગરી એક એવી શાકભાજી છે કે જે તમામ શાકમાં વપરાતી હોય છે અને રોજ બરોજ ઘરમાં વપરાતી ડુંગળીને લઈને ગૃહિણીઓને પણ મોઘવારીનો માર પણ સહન કરવો પડ્યો છે. એકબાજુ તમામ શાકભાજી પણ મોધી થઈ છે તો ડુંગરી પણ 60થી 70 રૂપિયે કિલો પહોચી છે. જેને લઈને ગ્રાહકોને પણ મોધવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તો ડુંગરીના ભાવમાં ઘટાડો થાય તેવી પણ સ્થાનિકોની માંગ છે. તો ઉપરથી જ આવક ઓછી આવે છે અને જે ભાવ છે એ વેપારીઓને પોષાય તેમ નથી તો આ ઉપરાંત હાલ તો ડુંગરી પણ કોઈ ખરીદતુ નથી જેને લઈને પણ વેપારીઓમાં પણ હાલ તો ચિંતામાં છે.

આ પણ વાંચોઃ-સાબરકાંઠાઃ એક જ નંબરના બે વાહનો દોડી રહ્યા છે, RTOની ભૂલના કારણે ચાલકો ચકરાવે ચડ્યા

ડુંગળીના ભાવો આસમાને જતા હવે સરકાર પણ હરકતમાં આવી છે અને ભાવ નિયંત્રણ લાવવા માટે ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ (Wholesalers)અને એસોસિએશના પ્રમુખ સાથે બેઠક યોજવાની શરુ કરી છે.હિમતનગરમાં મામલતદાર કચેરીમાં મામલતદારની અધ્યક્ષતામાં ડુંગળીના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી જે ભાવો છે તે ભાવો નિયંત્રણ રાખવા સૂચના અપાઈ છે અને જો ભાવ વધુ હશે અને ઓચિંતી તપાસમાં ઝડપાશે તો તેમના સામે કાર્યવાહી કરવાની પણ સૂચના વેપારીઓને આપી છે.
First published: