Home /News /sabarkantha /સાબરકાંઠાની હરણાવ નદીમાં અચાનક જળસ્તર વધતા ત્રણ યુવાનો ફસાયા, NDRFની ટીમ કરી રહી છે રેસ્ક્યૂ, જુઓ Live video

સાબરકાંઠાની હરણાવ નદીમાં અચાનક જળસ્તર વધતા ત્રણ યુવાનો ફસાયા, NDRFની ટીમ કરી રહી છે રેસ્ક્યૂ, જુઓ Live video

હરણાવ નદીમાં જળસ્તર વઘ્યું

Sabarkantha News: હાલ આ યુવાનોને બચાવવા માટે ટીમ આવી પહોંચી છે. ગામ લોકોની સાથે એનડીઆરએફની ટીમ આ યુવાનોને રેસ્ક્યૂ કરવામાં લાગી ગઇ છે.

સાબરકાંઠા : ઉત્તર ગુજરાતના (rainfall in South Gujarat) અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ હરણાવ નદી સહિતની અનેક નદીનાળામાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે સાબરકાંઠાની હરણાવ નદીમાં અચાનક જ જળ સ્તર વધતા ત્રણ યુવકો ફસાયા છે. જેમને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ સ્થળે જવા રવાના થઇ ગઇ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે આ ત્રણ યુવાનો રસ્તો પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક હરણાવ નદીમાં પાણીની આવક વધી ગઇ હતી. જેના કારણે આ યુવાનો સવારે પાણીની વચ્ચે ફસાઇ ગયા હતા. જે બાદ ગામલોકો આ યુવાનોની મદદે આવ્યા હતા અને એનડીઆરએફની ટીમને આ અંગેની જાણ કરી હતી. જે બાદ હાલ આ યુવાનોને બચાવવા માટે ટીમ આવી પહોંચી છે. ગામ લોકોની સાથે એનડીઆરએફની ટીમ આ યુવાનોને રેસ્ક્યૂ કરવામાં લાગી ગઇ છે.

શામળાજી ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ


શામળાજી ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. હાઇવે પર 15 કિમી દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હાઇવે પર ભેખડો પડવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઇ છે. જો વરસાદી આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં (Gujarat rain Update) આજે મંગળવારે સવારે 6થી 10ના સમયગાળામાં ચાર કલાકમાં 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 2.84 જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડા અને પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠામાં ડિસામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વડગામ અને કારંજમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક નદીઓના સ્તર વધતાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ


ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. ત્રણેય નદીઓ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેના કારણે નદી કિનારાના 20થી વધુ ગામડાઓ સતર્ક કરવામાં આવ્યા છે. કિશનગઢ ગામ પાંચમહુડા વિસ્તારમાં ઈન્દ્રાસી નદીમાં ફૂલ પાણી આવતા રોડ તૂટી ગયો છે. હજી થોડું પાણી વધારે આવે તો 60થી 70 ઘર તણાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત, સાબરકાંઠા, હવામાન