Home /News /sabarkantha /સાબરકાંઠા: ચિતા સળગતી હતી અને અચાનક પૂર આવ્યું,લાકડા સહિત મૃતદેહ પણ તણાયો, જુઓ Video

સાબરકાંઠા: ચિતા સળગતી હતી અને અચાનક પૂર આવ્યું,લાકડા સહિત મૃતદેહ પણ તણાયો, જુઓ Video

સાબરકાંઠામાં આ હૃદયદ્રાવક ઘટના બની

Gujarat latest news: બપોરે ઘરેથી સ્મશાન યાત્રા નીકળી હતી. જે બાદ ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રિજ નીચે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.

સાબરકાંઠા : ગુજરાતમાં (Gujarat weather) હાલ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના (Sabarkantha) વિજયનગરમાં એક હૃદયદ્વાવક ઘટના સામે આવી છે. હાથમતી નદીના (Hathmati river) કિનારે એક ચિતા સળગી રહી હતી. તે દરમિયાન જ અચાનક નદીમાં પૂર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. પાણીના વહેણમાં લાકડાઓ પણ વહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો (Viral video) ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિજયનગરના પરવઠ ગામ ગામના વૃદ્ધનું સોમવારે મોત નીપજ્યું હતું. મંગળવારે બપોરે ઘરેથી સ્મશાન યાત્રા નીકળી હતી. જે બાદ ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રિજ નીચે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવ્યું હતુ. જેના કારણે વૃદ્ધનો સળગતો મૃતદેહ સાથે ચિતાના લાકડા પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. તો બીજી બાજુ ત્યાં ઉભેલા પરિવારજનો પણ દોડીને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા. આ લોકોએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે બાદ તે ઘણો જ વાયરલ થયો હતો.



જાંબુવાના બ્રિજ પરના ખાડામાં પડતા બાઇક ફંગાળાઇ, ટ્રક નીચે આવી જતા યુવકનું મોત

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હાલ ધોધમાર વરસાદથી થોડી રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે 20 અને 21મી તારીખે ગુજરાત અને સૌરાષ્ટ્ર રીઝનમાં ભારે વરસાદની શક્યતા નથી. જ્યારે રાજ્યમાં 22 તારીખે સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.



હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ મહેસાણા તથા મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
First published:

Tags: ગુજરાત, વાયરલ વીડિયો, સાબરકાંઠા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો