Home /News /sabarkantha /બનાવટી જંતુનાશક દવા વેચતા વેપારીની પોલીસ દ્વારા ધરપકડ

બનાવટી જંતુનાશક દવા વેચતા વેપારીની પોલીસ દ્વારા ધરપકડ

જાપાનીઝ કપંનીની અસલી પ્રોડક્ટનું ડુપ્લિકેટિંગ કરીને મગફળીના પાકમાં વપરાશમાં લેવાતા બનાવટી જંતુનાશક દવા વેચતો હોઇ કંપનીની ટીમે ખેતીવાડી અધિકારીઓને સાથે રાખીને તપાસ કરતા નકલી જંતુનાશક દવાના દસ પેકેટ મળી આવતા તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી વહેપારીની ધરપકડ કરી છે.

જાપાનીઝ કપંનીની અસલી પ્રોડક્ટનું ડુપ્લિકેટિંગ કરીને મગફળીના પાકમાં વપરાશમાં લેવાતા બનાવટી જંતુનાશક દવા વેચતો હોઇ કંપનીની ટીમે ખેતીવાડી અધિકારીઓને સાથે રાખીને તપાસ કરતા નકલી જંતુનાશક દવાના દસ પેકેટ મળી આવતા તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી વહેપારીની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    સાબરકાંઠા# જાપાનીઝ કપંનીની અસલી પ્રોડક્ટનું ડુપ્લિકેટિંગ કરીને મગફળીના પાકમાં વપરાશમાં લેવાતા બનાવટી જંતુનાશક દવા વેચતો હોઇ કંપનીની ટીમે ખેતીવાડી અધિકારીઓને સાથે રાખીને તપાસ કરતા નકલી જંતુનાશક દવાના દસ પેકેટ મળી આવતા તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી વહેપારીની ધરપકડ કરી છે.

    આમ તો ખેડૂત આખું વર્ષ ભારે મહેનત કરીને પાક ઉત્પન્ન કરતા હોય છે અને વરસાદની રાહ જોતા હોય છે. પરંતુ કેટલાક વેપારીઓ નકલી બિયારણો પધરાવી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા હોય છે. સાબરકાંઠામાં આવા જ વહેપારીઓ ફુટી નિકળ્યા છે. તલોદના રણાસણ માંથી શનિવારે એક વહેપારી ઝડપયો છે. અગાઉ પણ છ માસ પહેલા નકલી ખાતર વેચતા ઝડપાયેલા યોગેશ્વર એગ્રોના સંચાલક વિમલ પટેલ વધુ એક વાર નકલી જંતુનાશક દવા વેચતા ઝડપાઇ આવ્યો છે.

    વિમલ પટેલે જાપાનીઝ જંતુનાશક દવા ઉત્પાદક ખાનગી કંપનીના મગફળીના પાકમાં વપરાશમાં લેવામાં આવતી જંતુનાશક દવા ના ડુપ્લિકેટ પેકેટ વેચતો હોવાને લઇને કંપનીએ પોતાની કંપનીના ડુપ્લિકેટ પ્રોડક્ટને લઇને સાબરકાંઠાના ખેતીવાડી અધિકારીઓને સાથે રાખીને તપાસ કરતા દસ પેકેટનો ઝથ્થો મળી આવ્યો હતો, જેને લઇને પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો તલોદ પોલીસે આરોપી વિમલ પટેલની દરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પણ ચાલાક વિમલ પોલીસને પણ ઉલટ સુલટ જવાબો આપીને બહાના બતાવી છટકવાનો રસ્તો હાલતો બતાવી રહ્યો છે.

    ખેડૂતો સાથે છેતરપીંડી કરતો વિમલ પટેલ નકલી ખાતર વેચતા ઝડપાયો હતો અને તે રાજસ્થાનમાં ઉત્પાદીત નકલી ખાતર લાવીને વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું હતુ અને બાદમાં તેનું ખાતર વેચવાનું લાયસન્સ રદ્દ થયું હતુ. અને તે માટે તેની સામે પોલીસ ફરીયાદ પણ દાખલ થઇ હતી. ત્યાં વળી છ માસના ટુંકા ગાળામાં જ ફરી એકવાર હવે નકલી જંતુનાશક દવા વેચીને ખેડૂતોને છેતરતા આબાદ ઝડપાઇ આવ્યો છે.

    આ વખતે તે આ નકલી દેવાના પેકેટ ગાંધીનગર જિલ્લાના દહેગામથી લાવ્યો હતો અને સ્થાનિક જંતુનાશક દવાના વહેપારીએ મંગાવ્યા હોય તેમને આપવા માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હવે લે અને વેચની વાતને લઇને તપાસ હાથ ધરી છે. તો વળી પોલીસને ખેડૂતોને છેતરવા માટે રીતસરનું રેકેટ ચલાવાતું હોવાની આશંકાને લઇને હવે તે અંગે તપાસ હાથ ધરી છે અને જ્યાં જ્યાં આવી નકલી દવાઓ વેચવા અને ખરીદવામાં આવતી હોવાની યાદી બનાવીને તે તમામ સ્થળોએ તપાસ હાથ ધરવાની કવાયત હાથ ધરી છે.

    હાલ તો પોલીસના હાથે આ એક આરોપી ઝડપાઈ ગયો છે, પરંતુ જિલ્લામાં વિમલ જેવા લોકો હજુ પણ છે, જો પોલીસ આ અંગે ઝીણવટ ભરી તપાસ કરે તો ચોક્કસ પણે ખેડૂતોને છેતરતા વેપારીઓ ઝડપાઈ જાય તેમાં નવાઈ નહીં.
    First published:

    Tags: દવા, ધરપકડ, વેપારી