Home /News /sabarkantha /Sabarkantha: હિમાલયમાં થતી દુર્લભ વનસ્પતિ ઇડર ગઢની તળેટીમાં પણ થાય છે, ગરમીથી આપે છે રક્ષણ

Sabarkantha: હિમાલયમાં થતી દુર્લભ વનસ્પતિ ઇડર ગઢની તળેટીમાં પણ થાય છે, ગરમીથી આપે છે રક્ષણ

X
ઈડરના

ઈડરના વેણી-વચ્છરાજ પાતાળ કુંડમાં ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે.

ઈડરના વેણી-વચ્છરાજ પાતાળ કુંડમાં ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે.જે ભારત દેશમાં માત્ર હિમાલયમાં જોવા મળે છે. જે વનસ્પતિને મૂળ સમેત ઉખાડીને કાળજાળ ગરમીમાં પોતાના માથામાં મુકવામાં આવે તો સમગ્ર શરીરમાં થોડી જ વારમાં ઠંડક પ્રસરી જાય છે. ગઢ ઉપર ફરવા આવતા પ્રવાસીઓ આ પાતાળ કુંડની  મુલાકાત લઈ ટાઢોડી વનસ્પતિનો પ્રયોગ જરૂરથી કરે છે.

વધુ જુઓ ...
સાબરકાંઠા: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ નથી રહેતી. કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી થાય છે. ઈડરમાં મળતી આ  વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપી રહી છે.

ટાઢોળી આપે છે ગરમીમાં ઠંડકનો અહેસાસ

કાળઝાળ ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. જેને લઈને હાલમાં સાબરકાંઠા જીલ્લાનું ઇડર પણ ધગધગી રહ્યું છે. જો કે ધગધગી રહેલા ઇડરનાં લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે. અને એ છે ઈડરિયા ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોડી નામની વનસ્પતિ.



વનસ્પતિને મૂળ સમેત માથા પર મુકીને ઠંડક મેળવાય છે

માત્ર હિમાલય પર આવેલા કૈલાસ માન સરોવરમાં જ જોવા મળતી ટાઢોડી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે. ગમે તેટલી ગરમી હોય કે લુ લાગી હોય. આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દુર થઇ જાય છે. તો પગમાં લગાવતા પગના વાઠીયા પણ દૂર થાય છે તેવુ સ્થાનિકોનું માનવુ છે.



અન્ય જગ્યાએ વાવતાં ન ઉગી આ વનસ્પતિ માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી-વચ્છરાજનાં નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે.વળી,ઘણા લોકોએ આ વનસ્પતિને ઇડરમાં જ આવેલા રાણી તળાવ સહીત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે.



દુર્લભ વનસ્પતિ આં કુંડ સિવાય અન્ય કોઈ જ જગ્યાએ થતી નથી. તો લોકો અહીથી ગમે તેટલી વનસ્પતિ લઇ જાય તે ફરીથી ઉગી જ નીકળે છે. અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે.



કુંડનું સમારકામ થાય તો મુલાકાતીઓને અગવડ ન પડે

તો એકબાજુ ગરમીથી ધકધકતુ ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ. એટલે લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જ જાય છે. લોકો આ વનસ્પતિથી ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમારકામ કરવામાં આવે તો અહિ આવતા લોકોને અગવડ ન પડે.

આ પણ વાંચો:  કંપનીઓ નોકરી આપવા તમને શોધતી આવશે, કરી લો ધોરણ 12 પછી આ કોર્સ

છેલ્લા અનેકો વર્ષોથી આ વનસ્પતિ અહી અસ્તિત્વ ધરાવી રહી છે. અને તેના ઔષધીય ઉપચારને કારણે ઇડર સહીત આજુબાજુના લોકોને માટે આશીર્વાદરૂપ બની રહી છે. ઈડરના લોકો ગઢ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વ ન જોખમાય તેવી માંગ કરી રહ્યા છે.
First published:

Tags: Local 18, Sabarkantha