બંને સમુદાયના લોકો ગામમાં એકતાથી રહે છે. આજ સુધી કોઈ નાનું મોટું ઘર્ષણ થયુ નથી
ટીવીમાં રામાયણ સિરિયલ આવતીએ સમયગાળામાં આ ગામનું નામ રામાયણ પડ્યું હતું એમ ગામ લોકોનું કહેવું છે. એ પહેલાં ગામને પ્રતાપગઢ નામથી ઓળખવામાં આવતું હતું. રામાયણની બાજુમાં ‘મહાભારત’ નામનું ગામ પણ આવેલું છે.
Raj Chaudhary, Sabarkantha: સાબરકાંઠા જિલ્લાનાં ઈડર તાલુકાનું એક એવું ગામ છે જેનું નામ રામાયણ છે. મહત્વની વાત એ છે કે, આ રામાયણ ગામમાં બહુમતિ વસ્તી મુસ્લિમ છે.
‘રામાયણ’ ગામમાં 70% થી વધુ મુસ્લિમ લોકો વસે છે. આ ગામમાં 200 જેટલા ઘર આવેલા છે જેમાંથી 150 ઘર મુસ્લિમોનાં છે. આ ગામમાં હિન્દુઓ પણ છે અને તમામ કોમનાં લોકો હળી મળીને રહે છે. રામાયણ ગામને પ્રતાપગઢ તરીકે પણ ઓળખે છે.
રામાયણ ગામ એકતાનું ઉત્તમ ઉદાહરણ
આજના યુગમાં ક્યાંક ને ક્યાંક ધર્મ અને જાત-પાતને લઈને ઝઘડા અને હુલ્લડ થતાં રહે છે. એવામાં હિન્દુ-મુસ્લિમ એકતા તથા મુસ્લિમ સમુદાયનો હિન્દુ ગ્રંથો પ્રત્યેનો આદરભાવ દર્શાવતું ઉત્તમ ઉદાહરણ ઈડર તાલુકાનું રામાયણ ગામ પૂરું પાડે છે.
આ ગામ માં 70% થી વધુ વસ્તી મુસ્લિમ સમુદાયની છે.અને ગામ નું નામ રામાયણ છે.અને ગામના આ નામથી કોઈ પણ વ્યક્તિને વાંધાજનક પણ ન હોઈ મુસ્લિમોનો હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ગ્રંથો પ્રત્યેનો આદરભાવ વ્યક્ત થાય છે.
રામાયણ સીરીયલ પરથી થયું નામકરણ
જ્યારે ટીવીમાં રામાયણ સિરિયલ આવતીએ સમયગાળામાં આ ગામનું નામ રામાયણ પડ્યું હતું એમ ગામ લોકોનું કહેવું છે. એ પહેલાં ગામને પ્રતાપગઢ નામથી ઓળખવામાં આવતું હતું. રામાયણની બાજુમાં ‘મહાભારત’ નામનું ગામ પણ આવેલું છે.
આ ગામમાં પણ મુસ્લિમ સમુદાય ના કેટલાક લોકો વસે છે.
અહીંયાના મુસ્લિમોનું માનવું છે કે,રામ ભગવાન એ માત્ર હિન્દુ સમુદાયના નહિ પરંતુ સમગ્ર વિશ્વના ભગવાન છે, અને પ્રભુશ્રી રામના નામનાં ગામમાં રહેવુંએ બાબતે અમે પોતાને ખુબ ભાગ્યશાળી માનીયે છીએ.
ગામમાં સુવિધાઓ છે ભરપુર
ગામમાં મુસ્લિમોનું મસ્જિદ પણ આવેલું છે જેમાં તેઓ નિયમિત રીતે નમાઝ અદા કરવા પણ જાય છે આ ઉપરાંત ગામ માં શાળા,દૂધ મંડળી અને ગ્રામ પંચાયત જેવી સુવિધાઓ પણ છે.