Home /News /sabarkantha /પ્રાંતિજઃભાઇએ જ જમીનના બનાવ્યા બોગસ દસ્તાવેજ,5.5લાખની લોન લઇ છેતરપિંડી
પ્રાંતિજઃભાઇએ જ જમીનના બનાવ્યા બોગસ દસ્તાવેજ,5.5લાખની લોન લઇ છેતરપિંડી
હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ગામના ખેડુતની જમીનમાં ભાઇએ જ ભાઇની જમીનના કાગળોના આધારે બોગસ દસ્તાવેજો બનાવીને ખોટી રીતે સાડા પાંચ લાખની લોન મેળવીને છેતરપીંડી આચરતા પોલીસે બેંકના મેનેજર અને આસીસ્ટન્ટ મેનેજર સામે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજના પીલુદ્રા ગામના રામભાઇ મકવાણાંને તેમના જ નાના ભાઇએ છેતરપીંડીના ભોગ બનાવ્યા છે. નાનાભાઇ દાનાજી મકવાણાએ હિંમતનગરની બેંકના મેનેજર સાથે મળીને બોગસ દસ્તાવેજો પર લોન મેળવી લીધી હતી. રામભાઇને લોનનુ સપનુ બતાવીને પહેલા પ્રાંતિજની એક બેંકમાં લઇ જઇને દાનાજીએ જમીનના કાગળોની મોટાભાગની નકલો મેળવી લીધી હતી અને બાદમાં લોનની રકમ ઓછા વત્તાને બહાને લોન કરવાનુ મન માંડી વળાવેલ તો બીજી તરફ દાનાજી એ હિંમતનગરની વિજ્યા બેંક ના મેનેજર અને આસીસ્ટન્ટ મેનેજર સાથે મળીને ખોટી રીતે બારોબાર જ સાડા પાંચ લાખની લોન મેળવી લીધી હતી.
અને જેની ખબર રામાજી મકવાણાને આઠ માસે બેંકમાં થી હપ્તા ભરવાની નોંટીસ આવતા ખ્યાલ આવેલ અને તપાસ કરતા પોતાની સાથે થયેલ છેતરપીંડીનો અહેસાસ થતા જીલ્લા પોલીસ વડાને ફરીયાદ કરતા જમીન કેસોની એસઆઇટી ને તપાસ સોંપાતા છેતરપીંડી જણાઇ આવી હતી.