Home /News /sabarkantha /Potato News: સાબરકાંઠામાં બટાકાનું વાવેતર વધ્યું, ખેડૂતોની વધુ ટેકાના ભાવે પાક ખરીદવાની માગ
Potato News: સાબરકાંઠામાં બટાકાનું વાવેતર વધ્યું, ખેડૂતોની વધુ ટેકાના ભાવે પાક ખરીદવાની માગ
આ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું, ટેકાના ભાવ વધુ આપવાની ખેડૂતોની માગણી
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું છે, તો સામે વાતાવરણ સારું રહેતા ખેડૂતોને ઉત્પાદન પણ વધુ મળે તેવી શક્યતા છે. ત્યારે રોગચાળો પણ ન આવતા આ વખતે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
ઈશાન પરમાર, હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું છે, તો સામે વાતાવરણ સારું રહેતા ખેડૂતોને ઉત્પાદન પણ વધુ મળે તેવી શક્યતા છે. ત્યારે રોગચાળો પણ ન આવતા આ વખતે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
ગત વર્ષ કરતાં ઉત્પાદનમાં વધારો
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું છે. તેમાં 24661 હેક્ટરમાં ખેડૂતોએ બટાકાના પાકનું વાવેતર કર્યુ છે. મુખ્યત્વે ખેડૂતોના બે પ્રકાર એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને પોતાના રીતે વાવેતર કરે છે. એક વીઘા દીઠ ખેડૂતોને બટાકા પાછળ 40થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને ઉત્પાદન મળે ત્યારે 80 હજારથી 1 લાખ રૂપિયાનો ફાયદો થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે બટાકાને અનુરૂપ વાતાવરણ અને સારી ઠંડી પણ પડી રહી છે. તેથી ગત વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન પણ વધી શકે તેમ છે. તો તખતગઢ ગામના ખેડૂતો 100 ટકા ડ્રીપ ઈરીગેશન દ્રારા ખેતી કરે છે, તો અહીં 300થી પણ વધુ હેક્ટર વિસ્તારમાં માત્ર બટાકાનું જ વાવેતર થાય છે. એટલે એક ગામમાં આટલું વાવેતર છે, તો જિલ્લા પણ વધી રહ્યું છે એટલે કે આ વર્ષે બટાકાનું ઉત્પાદન વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ વર્ષે ઉત્પાદન સારું થયું
આમ તો, પહેલા બટાકાની ખેતી બહુ ઓછી થતી હતી. પરંતુ બાગાયત વિભાગ દ્વારા અનેક યોજનાઓ અને માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. તેનાથી ખેતી કરતા થયા અને અત્યારે 24661 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં પણ ગત વર્ષ કરતાં 2200 હેક્ટર વધુ વાવેતર થયું છે. તો આ સિઝન ખેડૂતો માટે પણ બહુ લાભદાયી નીવડ્યું હોય એમ લાગી રહ્યુ છે. કારણ કે આ વર્ષે બટાકા માટેનું અનુકૂળ વાતાવરણ મળી રહ્યુ છે અને તેનાથી ખેડૂતો આ વખતે બટાકાના પાકમાં કોઈ રોગચાળો પણ જોવા મળ્યો નથી. અધિકારીઓ પણ માની રહ્યા છે કે, આ વખતે ખેડૂતોને ઉત્પાદન સારું મળી રહેશે અને ખેતી પણ સારી થઈ છે. તેને લઈને ખેડૂતોની હજુ કોઈ ફરિયાદ જોવા મળી નથી.
આમ તો, બકાટાની ખેતી પાછળ ખર્ચ વધી જાય છે અને સામે ગત સાલે ભાવ પણ ઓછા મળ્યા હતા તો ખેડૂતોની એક માગ પણ છે કે, જો સરકાર બટાકાના ભાવ પર નિયંત્રણ રાખે તો ચોક્કસ પ્રમાણે ખેડૂતોને ફાયદો થાય તેમ છે. એટલે કે હવે જો સરકાર બટાકામાં ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ પણ ખેડૂતોની માગ ઉઠી છે.