Home /News /sabarkantha /ઉ.ગુમાં ફરી એકવાર સળવળાટ, હિંમતનગરમાં આજે પાટીદાર એકતા યાત્રા

ઉ.ગુમાં ફરી એકવાર સળવળાટ, હિંમતનગરમાં આજે પાટીદાર એકતા યાત્રા

#ઉત્તર ગુજરાતમાંથી શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનને લઇને ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં સળવળાટ શરૂ થયો છે. સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવાની કરાયેલી જાહેરાતના વિરોધમાં આજે હિંમતનગર ખાતે પાટીદારો દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને હિંમતનગર આજે પાટીદારોથી ઉભરાઇ રહ્યું છે.

#ઉત્તર ગુજરાતમાંથી શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનને લઇને ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં સળવળાટ શરૂ થયો છે. સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવાની કરાયેલી જાહેરાતના વિરોધમાં આજે હિંમતનગર ખાતે પાટીદારો દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને હિંમતનગર આજે પાટીદારોથી ઉભરાઇ રહ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગર #ઉત્તર ગુજરાતમાંથી શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનને લઇને ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં સળવળાટ શરૂ થયો છે. સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવાની કરાયેલી જાહેરાતના વિરોધમાં આજે હિંમતનગર ખાતે પાટીદારો દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને હિંમતનગર આજે પાટીદારોથી ઉભરાઇ રહ્યું છે.

    હિંમતનગર પોલીસ છાવણામાં તબદીલ

    પાટીદારોની એકતા રેલીને પગલે હિંમતનગર જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. રવિવારથી જ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રવિવારે સાંજે તો પોલીસે નગરમાં ફ્લેગમાર્ચ પણ કરી હતી.

    મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

    પાટીદાર એકતા યાત્રાને પગલે વહીવટી તંત્ર દ્વારા નગરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. રવિવારથી આ સેવા બંધ કરી દેવાઇ છે. મંગળવાર સવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રહેશે.

    રેલી બાદ સાંજે 4 કલાકે સભા

    10 ટકા અનામતના વિરોધ માટેની એકતા યાત્રા રેલીનું આયોજન કરાયું છે. સવારે 10 વાગે મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીથી નીકળેલી આ રેલી સહકારી જીન ચાર રસ્તા, પોલીટેકનીક ચાર રસ્તા થઇ આગળ વધી હરસિધ્ધ સોસાયટીના નાકે સમાપ્ત થશે. ત્યાર બાદ સાંજે ચાર કલાકે મહાવીર નગર સ્થિત ઉમિયા વાડી ખાતે સભામાં ફેરવાશે.
    First published:

    Tags: પાટીદાર અનામત, પાટીદાર અનામત આંદોલન, પાટીદાર એકતા યાત્રા, હિંમતનગર