Home /News /sabarkantha /સાબરકાંઠાનો હચમચાવી દેતો Video: જમીન ખોદી તો મળી આવી જીવિત નવજાત બાળકી

સાબરકાંઠાનો હચમચાવી દેતો Video: જમીન ખોદી તો મળી આવી જીવિત નવજાત બાળકી

Sabarkantha News: ખેતરના માલિકને જમીનમાં કાંઇ હલતું દેખાતા તેમણે ત્યાં જઇને ખોદ્યું હતું. જ્યાંથી નવજાત જીવતી બાળકી મળી આવી હતી.

Sabarkantha News: ખેતરના માલિકને જમીનમાં કાંઇ હલતું દેખાતા તેમણે ત્યાં જઇને ખોદ્યું હતું. જ્યાંથી નવજાત જીવતી બાળકી મળી આવી હતી.

સાબરકાંઠા : હિમંતનગરમાં એક હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. હિંમતનગરના ગાંભોઈ ગામમાં જીઇબીની કચેરીની બાજુના ખેતરમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ નવજાત જીવતી બાળકીને (alive newborn baby bury ) જમીનમાં દાટી હતી. ખેતરના માલિકને જમીનમાં કાંઇ હલતું દેખાતા તેમણે ત્યાં જઇને ખોદ્યું હતું. જ્યાંથી નવજાત જીવતી બાળકી મળી આવી હતી. આ ખેતર માલિકની સતર્કતાને કારણે આ નવજાત બાળકીને બહાર કાઢવામાં આવી છે. હાલ આ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવી છે. બાળકીને શ્વાસમાં તકલીફ પડતી હોવાથી BVM થી કૃત્રિમ શ્વાસ અપાયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ ગામમાં GEB કચેરીની બાજુના ખેતરમાં આ હચમચાવતી ઘટના બની છે. ખેતર માલિકે ખેતરમાં થોડી જમીન હલતી હોય તેવું જોયું હતુ. જેથી તેમણે ખેતરની માટી ધીરે ધીરે ખોદી હતી. માટી જેમ જેમ ખોદાઇ રહી હતી તેમ તેમ નવજાત દેખાતું હતું. આ નવજાતને લોકોએ બહાર કાઢીને 108ની ટીમને બોલાવવામાં આવી હતી.

જે બાદ આ નવજાતને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી તેથી તેને કુત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામ લોકોમાં રોષ છવાયો છે કે, આ બાળકીને કોઇ કઇ રીતે આવી રીતે દાટી શકે?



હાલ ગાંભોઇ પોલીસે ઘટનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેઓની ટીમે ઘટનાસ્થળ પર જઇને તપાસ પણ આદરી છે.

રાજપીપળાના નકલી દર્દી અંગે ખુલાસો

નર્મદા જિલ્લાના રાજપીપળા (Rajpipla) ખાતે આવેલી 103 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલને (Narmada Civil Hospital) સ્થળાતંર કરીને વડીયા પેલેસ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજના (Ayurvedic college) નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે. આ જનરલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરવામાં આવી હોવાને કારણે આ હોસ્પિટલને 'મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલ' તરીખે પણ ઓળખવામાં આવે છે. અહીં મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેક્શ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે ચર્ચાઓ થઇ રહી હતી કે, હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ ન હોવાને કારણે નકલી દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. (આ સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
First published:

Tags: ગુજરાત, નવજાત બાળક, સાબરકાંઠા