Home /News /sabarkantha /નવરાત્રીમાં અંબાજી દર્શન કરવા જવું છે? તો જાણો આરતીના સમય

નવરાત્રીમાં અંબાજી દર્શન કરવા જવું છે? તો જાણો આરતીના સમય

અંબાજી મંદિર

Navratri in Ambaji: નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અહીં જણાવવામાં આવ્યો છે.

    મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા : નવરાત્રી મહોત્સવ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો  બાકી રહ્યા છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી મા અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.  તારીખ 26 સપ્ટેમ્બરથી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રારંભ થનાર છે.

    ઘટસ્થાપનનો સમય


    જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 26 સપ્ટેમ્બર  સોમવારના સવારે 9.00 થી 10.30 કલાક સુધીમાં  કરવામાં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસોની પુનમના રોજ સવારની આરતી 6.00 કલાકે થશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે જે આ મુજબ છે.

    સવારની આરતી - 7.30થી  8.00
    સવારના દર્શન - 8.00થી 11.30
    બપોરના દર્શન- 12.30 થી 4.15
    સાંજની આરતી - 6.30થી 7.00

    નવસારીમાં એસટી બસના ચાલકે દારૂ પીને હંકારી બસ! ટક્કર વાગતા કાર બળીને ખાખ

    જ્યારે સાંજે દર્શન 7.00થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યાર બાદ ચાચરચોકમા ગરબાનો કાર્યક્રમ શરૂ થશે.
    " isDesktop="true" id="1254745" >

    જોકે આમતો વર્ષ દરમ્યાન કુલ ચાર નવરાત્રી આવે છે. જેમાં ખાસ કરીને આસો મહિનાની નવરાત્રીમાં નવ દેવીઓની આરાધના કરવામાં આવે છે.  આઠમે માતાજીને નૈવેધ ધરાવી નવ કન્યાઓ જમાડવાની પરંપરા છે. ત્યાર બાદ દિવાળીના તહેવારોની શરુઆત થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navratri 2022, અંબાજી, ગુજરાત, નવરાત્રી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन