Home /News /sabarkantha /સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલા પાક પર પાછોતરા વરસાદનું પાણી ફરી વળ્યું

સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલા પાક પર પાછોતરા વરસાદનું પાણી ફરી વળ્યું

મહામુસીબતે તૈયાર કરેલા પાક પર કુદરતી આફત આવી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસાની સિઝન દરમિયાન અંદાજિત 72,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર અને 50,000 હેક્ટરમાં કપાસનો વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.

    ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ગઈ કાલ બપોર બાદ વરસેલા પાછોતરા વરસાદને લઇ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાકો પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ સાલે ચોમાસાની સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફલી અને કપાસનું વાવેતર કરી લીધું હતું.

    સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું પરંતુ ગઈકાલે બપોર બાદ વરસેલા પાસોતરા વરસાદને લઈ મગફળી અને કપાસ જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે. કપાસમાં હાલનો સમય વિણામણનો છે અને તે જ સમયે વરસાદ વરસતા તૈયાર કપાસ પીળો પડી જશે સાથે રોગચારો પણ આવવાની દહેશત છે તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને લઇ જમીનમાંથી નીકળેલ મગફળી ભીંજાઈ છે. જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી અને જમીનમાં જે મગફળી છે તેને નીકાળવાનો સમય પણ થઈ ચૂક્યો છે પરંતુ વરસાદ ને લઇ હવે નિકળી શકશે નહીં અને મગફળી જમીનમાં જ ફરી વાર ઉગવા લાગશે એટલે કે હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે એટલે કે કે ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવો પડશે.

    આ પણ વાંચો- ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, AMCની ટીમ ચોવીસ કલાક ઢોર પકડશે

    સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસાની સિઝન દરમિયાન અંદાજિત 72,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર અને 50,000 હેક્ટરમાં કપાસનો વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. એક વિઘે મગફળીમાં ખેડૂતોએ 16,000 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચ કરી મગફળી તૈયાર કરી હતી પરંતુ તૈયાર મગફળી પર જ વરસાદી પાણી વરસતા ખેડૂતોને ઉત્પાદન ઘટવાની સ્થિતિ ઊભી થઈ છે સાથે ભીંજાયેલી મગફળીમાં ભાવ પણ યોગ્ય મળશે નહીં જેને કારણે ખેડૂતોને બમણો માળ સહન કરવો પડશે તો બીજી તરફ કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ એક વિઘામાં ૨૦ થી ૨૨ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી લીધો છે પરંતુ વરસાદ ને લઈ કપાસના પાકમાં પણ નુકસાન સર્જી લીધું છે તૈયાર કપાસ પર પાણી પડવાની લઈ કપાસ પીળું થવું અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યાં છે ત્યારે ખેડૂતો હાલમાં ખેત પાકોના ઊંચા ભાવ અથવા તો સહાયતા ચૂકવવા માટે સરકાર પાસે માગ કરી રહ્યાં છે.

    આ પણ વાંચો- બરોડા ડેરીના ચેરમેન કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા

    મહામુસીબતે તૈયાર કરેલા પાક પર કુદરતી આફત આવી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લઇ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી પરંતુ આ આશા પર પાછોતરા વરસાદનું પાણી ફરી વળ્યું છે અને હાલ તો ખેડુતો સરકારના સહારે બેઠા છે કે સરકાર કંઈ કરે તો ખેડુત ઉભો થાય એમ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Sabarkantha, ગુજરાત, સાબરકાંઠા, હિંમતનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन