Home /News /sabarkantha /ઇડર તાલુકાનું આ ગામ જ્યાં એક પણ વ્યક્તિ નથી બેરોજગાર, જાણો આવી રીતે કરી સિદ્ધી હાસલ

ઇડર તાલુકાનું આ ગામ જ્યાં એક પણ વ્યક્તિ નથી બેરોજગાર, જાણો આવી રીતે કરી સિદ્ધી હાસલ

હિંમતનગરઃ આજે સમયની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે રોજગારીની. સરકાર ગમે તેટલા દાવા કરે છતાં હજુ સમાજના દરેક વર્ગ સુધી રોજગારીની તકો પહોચી નથી ત્યારે આ બધાંથી દુર સાબરકાંઠા જીલ્લાનું એક ગામ એવું પણ છે કે આ ગામમાં કોઈ પણ બે-રોજગાર નથી.અને એના કારણે ગુજરાત સરકારે પણ આ ગામને ગુજરતનું સૌ પ્રથમ સ્કીલ વિલેજ જાહેર કર્યું છે.

વધુ જુઓ ...
 • Pradesh18
 • Last Updated :
  હિંમતનગરઃ આજે સમયની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે રોજગારીની. સરકાર ગમે તેટલા દાવા કરે છતાં હજુ સમાજના દરેક વર્ગ સુધી રોજગારીની તકો પહોચી નથી ત્યારે આ બધાંથી દુર સાબરકાંઠા જીલ્લાનું એક ગામ એવું પણ છે કે આ ગામમાં કોઈ પણ બે-રોજગાર નથી.અને એના કારણે ગુજરાત સરકારે પણ આ ગામને ગુજરતનું સૌ પ્રથમ સ્કીલ વિલેજ જાહેર કર્યું છે.

   daramali gam

  સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલું દરામલી ગામ. આ ગામની એક ખાસિયત કહીએ તો ગામમાં એક પણ વ્યક્તિ બે-રોજગાર નથી.અહીના મહિલા સરપંચએ પોતાની દીર્ઘ-દ્રષ્ટિથી ગામમાં કોઈને બે-રોજગાર રહેવા દીધા નથી. હાલના સમયમાં સૌથી મોટી સમસ્યા હોય છે રોજગારીની ત્યારે હેતલબહેને પોતાના ગામમાં કોઈએ આ સમસ્યાનો સામનો નાં કરવો પડે એ માટે ગામનો સર્વે કરાવીને બે-રોજગાર મહિલાઓ અને પુરુષોની લીસ્ટ તૈયાર કર્યુંઅને તે લોકોને ગમતા વ્યવસાય માટેની તાલીમ આપી અને આ તાલીમના પ્રતાપે આજે દરામલી ફિનાઈલ, વોશિંગ પાઉડર, બામ,અગરબતી, મરચું અને હળદર સહીતની ચીજ વસ્તુઓનું પ્રોડક્શન કરતુ થયું છે.

  ખાસ કરીને વિવિધ મેળાઓમાં અને સરકારી કચેરીઓમાં તેમનુ હાથે બનાવેલ શુધ્ધ ચીજ વસ્તુનુ વિતરણ કરવામાં આવે છે અને જેથી આ મહિલાઓ કોઈના પર નિર્ભર નથી. ગામની મહિલાઓ યુવાનો કે યુવતીઓ પોતાની રીતેજ રોજગારી મેળવીને પગભર બની છે.

   ગામના યુવાનોને પણ પ્લમ્બિંગ સહીત અન્ય વ્યવસાયોની તાલીમ અપાઈ તો શિક્ષિત યુવક - યુવતીઓને કોમ્પ્યુટરની. વળી ગામની મહિલાઓએ બપોરના સમયનો સદ ઉપયોગ કરીને મરચું-હળદર તૈયાર કરવાનું શરુ કર્યું છે. ત્યારે ઉચ્ચ ગુણવત્તા વાળું આ મરચું અને હળદર તેઓ બાજાર ભાવ કરતા ઓછા રૂપિયે વેચી રહ્યા છે. અને ગામના લોકો ઘરે બેઠા અહીં ઉત્પાદિત થતી ચીજો ખરીદી શકે એ માટે એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરી છે..જેના થકી તેઓ ઘર બેઠા ઓર્ડર પણ આપી શકે અને વસ્તુ પણ મેળવી શકે.ત્યારે ગામમાં ઉભી કરાયેલી આ સુવિધાથી અહીની મહિલાઓ અને યુવા-યુવતીઓ મહીને 4 હજાર થી વધુ કમાઈને હવે ગર્વ ભેર જીવી શકે છે. કેમ કે હવે તેમને પૈસા માટે પોતાના પતિ કે પરિવારજનો પર આધાર રાખવો પડતો નથી. જેથી આ ગામના સરપંચને મુખ્ય પ્રધાનના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યુ હતુ.
  First published:

  Tags: રોજગારી