
હિંમતનગરઃસાબરકાંઠા જીલ્લાના ઇડરમાં મંગળવારે વહેલી સવારે કારમાં જઈ રહેલા દંપતીમાંથી પત્નીનો મૃતદેહ અને પતિ બે-ભાન હાલતમાં મળ્યો હતો. પોલીસે પતીની કડક પુછપરછ હાથ ધરતા ઘરના કકળાટથી કંટાળી પોતાની પત્નીની હત્યા કર્યાનું કબુલ્યુ હતું.ચંદ્રીકાબહેનની હત્યા કરનાર તેનો પતિ કાંતીભાઇ જ નીકળ્યો છે.કાતર અને હથોડીના ઘા મારી હત્યા કરી હતી. પોતે જ હત્યા કરી ઘટનાને લૂંટ વીથ મર્ડરમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.