સાબરકાંઠા# સાબરકાંઠાના ગાંભોઈમાં ઘર કંકાસને લઈને પતીએ પત્નિના માથાના ભાગે કુહાડીના હાથાના ઘા મારી કરપીણ હત્યા કરી પતી ફરાર થયો, જે અંગે ગાંભોઈ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ફરાર પતિને ઝડપવા ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે.
હિંમતનગરના ગાંભોઈના સેફરોનવીલા પાસે આવેલા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા પરિવારના પતિ-પત્નિ વચ્ચે ગત બુધવારની રાત્રીએ ઘર કંકાસને લઈને ઝઘડો થયો હતો અને ઝઘડો વધુ વકરતા પતિ અને પત્નિ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પતિએ મોડી રાત્રીએ એકલતાનો લાભ લઈને પત્નિના માથામાં કુહાડીના હાથાના ઉપરા છાપરી ઘા મારીને કરપીણ હત્યા કરી નાખી હતી.
આ હત્યાની જાણ સવારે આડોસ પાડોશના લોકો અને મૃતકની દિકરીઓને થતા દોડધામ મચી ગઈ હતી અને જેને લઈ તાત્કાલીક આસપાસના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે પતિ રાજુભાઈ રંગાસ્વામીએ પત્નિ દરિયા બેનને બોલાવતા કંઈ જવાબ ન મળતા લાગ્યું કે, તેની પત્નિ મરણ ગયેલ છે જેની જાણ થતા જ પતિ રાજુ તેના દિકરાને લઈ ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે આ અંગે ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંભોઈના રાજુભાઈ રંગાસ્વામી અને મૃતક દરિયા બને કે જેને ત્રણ દિકરીઓ અને એક દિકરાનો પરિવાર છે અને આ પરિવાર છુટક મજૂરી કરીને ઝુંપડામાં રહેતો હતો. રાત્રી દરમિયાન જ્યારે ઝઘડો થયો ત્યારે તેમના સંતાનો સુતા હતા. પરંતુ મોટી દિકરી જાગતી હતી અને એ દિકરીએ રાત્રી દરમિયાન સમગ્ર ઘટનાની જાણ પોલીસ સમક્ષ કરી હતી.
જ્યારે મોટી દિકરીએ વહેલી સવારે મૃતક માતાને બોલાવતા માતા ન બોલતા તેને શંકા ગઈ હતી, ત્યારે પતિ તેના દિકરાને લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તાત્કાલીક ગાંભોઈ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ફરાર પતિ વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધી પતિની શોધખોળ હાથ ધરી છે. રાત્રી દરમિયાન થયેલ ઝઘડાને લઈને હાલ તો ચાર સંતાનો નિરાધાર બની ગયા છે.
માત્ર એક મીનિટના ગુસ્તાએ હાલતો એક પરિવારને તહેશ નહેશ કરી નાંખ્યુ છે અને જેને લઈને આ પરિવારના ચાર બાળકો નિરાધાર બની ગયા છે, ત્યારે પોલીસ પણ આરોપી પતિને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કરીને વધુ તપાસ હાથ ધરી છે.