સાંબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં માતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સગીર દીકરીએ તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે સગી જનેતા તેની પાસે દેહવેપાર કરાવતી હતી. આ ઉપરાંત માતાનો પ્રેમી (Lover) પણ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો. સગીરા ના કહેતી છતાં તેની માતા બે હજાર જેટલી રકમ લઈને પરપુરુષોનો બોલાવતી હતી. આ મામલે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથક (Himmatnagar A division Police station) ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
18 વ્યક્તિઓએ આચર્યું દુષ્કર્મ
હિંમતનગર ખાતે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. સગીરા પર અત્યાચાર અહીંથી જ અટક્યો ન હતો. સગીરાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેની માતાએ તેને વેચી નાખવાનો પણ પ્લાન ઘડ્યો હતો. આ માટે તે પુખ્ત વયની થાય તેની રાહ જોવામાં આવી રહી હતી. માતાએ તેની સગી મામી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો.
માતા સહિત 20 લોકો સામે ફરિયાદ
આ કેસમાં સગીરાએ તેની માતા, મામી સહિત 20 લોકો સામે ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે તેની સાથે 18 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. જેમાં તેની માતાનો પ્રેમી પણ સામેલ છે. માતાનો પ્રેમી વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની વાત ફરિયાદમાં લખવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી આરંભી છે.
એવી પણ માહિતી મળી છે કે ફરિયાદ બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે સગીરાની માતા અને તેના પ્રેમી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. તમામને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં રિમાન્ડ મંજૂર થતાં પોલીસ કેસની ઉંડી તપાસ કરશે.
આ કેસમાં એવી વિગત પણ સામે આવી છે કે સગીરાને તેની માતાએ જ 12 લાખ રૂપિયામાં પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં વેચી દેવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે આરોપી માતાએ સગીરાની મામા સાથે મળીને એક પ્લાન ઘડ્યો હતો. જે પ્લાન પ્રમાણે સગીરા જ્યારે પુખ્ત વયની થાય ત્યારે તેણીને 12 લાખ રૂપિયામાં રતલામ ખાતે વેચી દેવાની હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર