Home /News /sabarkantha /હિંમતનગર: કિશોરીના પેટમાંથી નીકળી વાળની ગાંઠ, સિવિલમાં સફળ સર્જરી

હિંમતનગર: કિશોરીના પેટમાંથી નીકળી વાળની ગાંઠ, સિવિલમાં સફળ સર્જરી

જઠર અને નાના આંતરડામાં ફેલાયેલા વાળની ગાંઠ કાઢવામાં આવી

R_GJ_PANNC0369_HMT_02_24DEC_VAD_PKG_ISHAN

  • News18 Gujarati
  • Last Updated :
  • Himatnagar, India
    ઈશાન પરમાર, હિંમતનગર: એક લાખ વ્યક્તિએ એક વ્યક્તિમાં જોવા મળતી ટ્રાઇકોબેઝરનું હિંમતનગર સિવિલમાં ઓપરેશન કરાયું છે. વાળ ખાવાની આદત ધરાવતી કિશોરીના પેટમાંથી બે કિલો વજનની લાંબા વાળના ગુંચડાની ગાંઠ કાઢવામાં આવી છે. જો તમારા બાળકને વાળ ખાવાની આદત હોય તો ચેતી જજો.

    25.10 cmની 1.2 કિલો વજનની ગાંઠ નીકળી

    હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળતી ટ્રાયકોબેઝરનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તલોદ તાલુકાના એક ગામની કિશોરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ કિશોરીને પેટમાં દુખાવો અને સતત ઉલ્ટી થઈ રહી હતી. જેના લીધે તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન આ કિશોરીને ટ્રાયકોબેઝર હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેનું બે કલાક સુધી ઓપરેશન કરી 25.10 સીએમની 1.2 કિલો વજનની ગાંઠ કાઢી હતી.

    ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, કિશોરીને પેટમાં સખત દુખાવો થતો હતો અને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ કિશોરી સ્વસ્થ છે.


    આ પણ વાંચો: રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં કડકડતી ઠંડી શરૂ, કોલ્ડ વેવની આગાહી

    જઠર અને નાના આંતરડામાં ફેલાયેલા વાળની ગાંઠ કાઢવામાં આવી

    ઓપરેશન દરમિયાન આ કિશોરીના જઠર અને નાના આંતરડામાં ફેલાયેલા વાળની ગાંઠને કાઢવામાં આવી હતી, ત્યારે સામાન્ય રીતે માનસિક રીતે અસ્પષ્ટ બાળકો વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે અને આ વાળ લાંબા સમયે જઠર અને આંતરડામાં ગાંઠ રૂપે થઈ જતા છેલ્લે તે ઓપરેશન કરીને બહાર કાઢવા પડતા હોય છે. સિવિલના ડોક્ટરોએ ઓપરેશન કરીને ગાંઠ કાઢ્યા બાદ કિશોરી સંપૂર્ણપણે સ્વસ્થ જણાઇ રહી છે. હાલ સિવિલના ડોક્ટરોએ આ કિશોરીનું કાઉન્સિલિંગ કરવાની પણ સલાહ આપી હતી.

    આ કિશોરી માનસિક રોગથી પીડાતી હતી અને તેને વાળ ખાવાની પણ કુટેવ હતી. જેના લીધે બાળકીના પેટમાં વાળની ગાંઠ થઈ ગઈ હતી, ત્યારે ઓપરેશન બાદ કિશોરી હાલ સારવાર હેઠળ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Himmatnagar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો