Home /News /sabarkantha /

સાબરકાંઠા: જમીનમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત

સાબરકાંઠા: જમીનમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત

બાળકીનું સારવાર દરમિયાન નિધન

Sabarkantha News: ચોથી ઓગસ્ટના રોજ સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. જ્યાં એક નવજાત દીકરીને જમીનમાં દાટી દેવામાં આવી હોવાની જાણ ખેતી કરતી મહિલાને થઈ હતી.

    સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે જ માઠા સમાચાર આવ્યા છે. ગાંભોઈ (Gambhoi) ખાતે એક નવજાતને જમીનમાં જીવતી જ દાટી દેવાનો બનાવ (Newborn girl buried in field) સામે આવ્યો હતો. આ બાળકીનું સારવાર દરમિયાન નિધન થયું છે. સાબરકાંઠાના હિમતનગર (Himmatnagar) ખાતે બાળકીની સારવાર ચાલી રહી હતી. ગાંભોઈ ખાતે બાળકીને જમીનમાં દાટી દેવામાં આવી હતી. અધૂરા માસે જન્મ થયો હોવાથી બાળકીને દાટી દેવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું. આ દરમિયાન કોઈનું ધ્યાન પડતા બાળકીને જમીનમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકી NICU વિભાગમાં વેન્ટિલેટર પર હતી. બાળકીની સારવાર માટે પાટણથી પણ તબીબની ટીમ બોલાવવામાં આવી હતી. જોકે, સારવાર કારગર ન રહેતા અંતે બાળકીએ દમ તોડી દીધો છે.

    108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવી


    ચોથી ઓગસ્ટના રોજ સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. જ્યાં એક નવજાત દીકરીને જમીનમાં દાટી દેવામાં આવી હોવાની જાણ ખેતી કરતી મહિલાને થઈ હતી. ખેતી કરતી મહિલાએ 108ને ફોન કર્યો હતો અને સાથે UGVCL માં કામ કરનારા કર્મચારી દ્વારા 108 મારફતે નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 108 માં બાળકીને પ્રથમ કુત્રિમ શ્વાસ અપાયા હતા તો પ્રાથમિક તબક્કે અધૂરા માસે દીકરી જન્મી હોય તેવો ખુલાસો થયો હતો.

    આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગર ગોરખ ગઢરીના 'ગોરખધંધા'

    માતાપિતાની ધરપકડ


    બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સંપૂર્ણ ગંભીરતાથી તપાસ હાથ ધરી દીકરીને દફનાવવા માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચવા સમગ્ર તંત્ર કામે લગાડી દીધું હતું. જે અંતર્ગત કડીના નંદાસણ નજીકથી દીકરીના માતાપિતાને શોધી ગાંભોઈ પોલીસ મથકે લવાયા હતા. બાળકીના માતાપિતાએ જ જમીનમાં દાટવાનો ગુનો કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દીકરીની માતા તેમ જ પિતાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમજ અધૂરા માસે જન્મેલી દીકરીની સારવારના ખર્ચ સહિત દીકરી હોવાના પગલે તેનો નિકાલ કરવાના ભાગરૂપે જમીનમાં દફન કરવાનો નિર્ણય લીધો હોવાની વાત સ્વીકારી હતી. માતાએ જ હાથથી ખુલ્લા ખેતરમાં ખાડો કરી દીકરીને દાટી દીધી હતી.

    આ પણ વાંચો: રાજ્યમાં વરસાદની પળેપળની માહિતી માટે ક્લિક કરો...


    પિતાએ ધ્યાન રાખ્યું


    માતા બાળકીને દાટી રહી હતી ત્યારે તેનો પિતા કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખતો હતો. બાદમાં બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરો દ્વારા આ મામલે આસપાસના લોકોને જાણ કર્યાં બાદ 108 મારફતે નવજાત દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Child, Himmatnagar, Sabarkantha, હોસ્પિટલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन