Home /News /sabarkantha /હિંમત નગર: આવનારા દિવસોમાં ટામેટાં 100ને પાર,ખેડુતોએ કરી ખેતી બંધ

હિંમત નગર: આવનારા દિવસોમાં ટામેટાં 100ને પાર,ખેડુતોએ કરી ખેતી બંધ

0 થી 15 દિવસ આગાઉ ટામેટા 20 કિલોના 30 રૂપિયાના ભાવે વેચવા છતાં ખરીદાર કોઈ ન હતું

0 થી 15 દિવસ આગાઉ ટામેટા 20 કિલોના 30 રૂપિયાના ભાવે વેચવા છતાં ખરીદાર કોઈ ન હતું

    હિંમત નગર: ટામેટાના યોગ્ય ભાવ ન મળતા ખેડુતોએ ટામેટાં પશુઓને ખવડાવી દીધા હતાં. તો કેટલાક ખેડુતોએ ટામેટાંની ખેતી પણ બંધ કરી દીધી છે. ત્યારે અચાનક માર્કેટમાં ટામેટાના ભાવમાં ઉછાળો થયો છે. તો આવનાર દિવસોમાં તેનાથી શાકભાજી માર્કેટમાં ટામેટાંનાં ભાવ ઉંચકાય તો નવાઈ નહીં

    સાબરકાંઠા જીલ્લામાં ટામેટાની ખેતી 1050 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે ટામેટાંનાં ઉત્પાદન સમયે જ ખેડૂતોને કમાવાને બદલે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 10 થી 15 દિવસ આગાઉ ટામેટા 20 કિલોના 30 રૂપિયાના ભાવે વેચવા છતાં ખરીદાર કોઈ ન હતું. જેને લઈને ટામેટા પશુઓને ખવડાવવાનો વારો આવ્યો હતો.



    હિંમતનગરનાં ખેડૂત ચેતનભાઇ પટેલનું કહેવું છે કે, અમને ખેડૂતને ટામેટાં ઉતારવાનો અને માર્કેટ લઈ જવાનો ખર્ચ માથે પડતા ટામેટા માર્કેટમાં લઇ જવાના બંધ કરતા બજારમાં ટામેટાંની આવક ઓછી થઇ ગઈ હતી. પરિણામે હવે ટામેટાના ભાવો અચાનક ઉંચકાઈ ગયા છે. તો સામે ખેડુતોની માંગણી છે કે સરકાર ટામેટાના ભાવમાં પણ ટેકાના ભાવ બાંધે તો ખેડુતોને ફાયદો થઈ શકે.



    હિંમતનગર શાકમાર્કેટનાં વેપારી ધર્મેશભાઇ વાઘેલાનું કહેવું છે કે, ટામેટાંનાં ભાવ નીચાં જતાં બજારમાં ટામેટાં લાવવાંનું ખેડુતોએ બંધ કરી દીધુ હતુ. તો કેટલાંક ખેડુતોએ તો ખેતી પણ કાઢી દીધી હતી.અત્યારે મણના 30ના બદલે 80 થી 100 રૂપિયા ભાવ થઈ ગયો છે. તો દિલ્હી માર્કેટમાં પણ ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે જેને લઈને ભાવમાં તેજી આવી છે. હાલ તો ગરમી વધી રહી છે તો સામે ભાવ વધતા ખેડુતોએ પણ ટામેટા માર્કેટમાં લાવાનુ શરૂ કરી દીધા છે.

    આમ તો ટામેટાંનું ઉત્પાદન કરનારાં ખેડૂતો બદહાલ છે, કારણ એટલું જ કે ખેડૂત પાસે માલ નથી એટલે ભાવોમાં તેજી છે તો જ્યારે માલ હોય છે ત્યારે મંદી જોવા મળે છે જો સરકાર હાલ ટામેટાના ભાવ અંગે કંઈક વિચારે તો ખેડુતોને ફાયદો થઈ શકે તેમ છે.

    (હિંમતનગરથી ઇશાન પરમારનો રિપોર્ટ)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Himatnagar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन