Home /News /sabarkantha /સાબરકાંઠા જીલ્લામાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર પરંતુ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી
સાબરકાંઠા જીલ્લામાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર પરંતુ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી
ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી
Sabarkantha district: સાબરકાંઠા જીલ્લામાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર થતુ હોય છે અને એમાંય ટામેટાની તો છેક બોર્ડર સુધી નિકાસ કરવામાં આવે છે, પરંતુ હાલમાં તો આ લાંલ રંગે ખેડુતોને રાતા પાણી નવડાવ્યા છે. કારણ કે, અત્યારે મોટા પ્રમાણમાં ટામેટામાં નુકશાન પણ જોવા મળ્યુ છે. સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લામાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર થતુ હોય છે અને એમાંય ટામેટાની તો છેક બોર્ડર સુધી નિકાસ કરવામાં આવે છે, પરંતુ હાલમાં તો આ લાંલ રંગે ખેડુતોને રાતા પાણી નવડાવ્યા છે. કારણ કે, અત્યારે મોટા પ્રમાણમાં ટામેટામાં નુકશાન પણ જોવા મળ્યુ છે. સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કપાસ, મગફળી, કઠોર બાદ હવે શાકભાજી પણ બગડી જતા ખેડુતોના પડતા પર પાડુ પડ્યુ છે. જેના આધારે ખેડૂતો પોતાનું ગુજરાન ચાલવે છે તેમાં અત્યારે ખેડૂતોને ભારે નુકશાન થઈ રહ્યું છે.
ટામેટાના ભાવમાં અચાનક મંદી આવી
સાબરકાંઠા જીલ્લામાં શાકભાજીનું પણ વધુ વાવેતર થાય છે અને અહીંની શાકભાજી અન્ય રાજ્યો અને બોર્ડર સુધી નિકાસ થાય છે. આ વખતે ટામેટાના ભાવમાં અચાનક મંદી જોવા મળતા માર્કેટ સુધી પણ પહોંચતા નથી. કારણ કે, કમોસમી વરસાદ, વાવાઝોડુ અને કુદરતી આફતના કારણે ટામેટાની ખેતીમાં નુકસાન જોવા મળ્યુ હતુ. આ સાથે સાથે સામે ઉત્પાદન પણ વધતા અચાનક વધી જેથી ટામેટાના ભાવ હાલ તો તળીએ બેસી ગયા છે. એક રૂપિયાથી લઈ બે રૂપિયાનો ભાવ મળતા હાલ ખેડુતોની હાલત કફોડી બની છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી ટામેટા, રીંગણ અને ફુલાવર સહિતના પાકમાં ભારે મંદી જોવા મળી છે. આમ તો ખેડુતોને ટામેટા માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવા પણ મુશ્કેલ બનતા ખેડુતો જાતે ટેન્ટ બનાવીને વેચી રહ્યા છે. ટામેટામાં વિઘા દીઠ 60 હજાર જેટલો ખર્ચ થાય છે. તેમાં મોઘાદાટ બીયારણ, દવાઓ, મજુરી ખર્ચ અને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ એમ કરીને ખેડુતોને ભારે નુકસાન થાય છે. ત્યારે માર્કેટમાં વેપારીઓ પણ આ પાકને લેવા તૈયાર નથી. જેને લઈને ખેડુતો ઘરે ઘરે જઈને ટામેટા વેચી રહ્યા છે. હવે તો ખેડુતો ટામેટા પશુઓને ખવડાવવાનુ પણ વિચારી રહ્યા છે.
આમ તો લાલ ટામેટાએ ખેડુતોને રાતા પાણીઅ રોવડાવ્યા છે. ટામેટા ઉપરાંત હજુ તો વાલોળ, પાપડી, વેલાવાડી જેવા શાકભાજી અને ફુલાવરમાં પણ નુકશાન જોવા મળ્યુ છે. હવે સરકાર આ અંગે કોઈ યોગ્ય પગલા લે તેવી ખેડુતોની માંગ પણ ઉઠી છે. મોઘવારી પણ સતત વધી રહી છે. જેથી ખેડૂતો અત્યારે સહારની માંગ કરી રહ્યા છે. કારણ કે, શાકભાજીના વાવેતરમાં યોગ્ય ભાવ મળતા નથી જેથી ખેડૂતોને વાવણીનો ખર્ચ પણ માથે આવે તેમ છે.