બાયડ #જેલમાં બંધ પાટીદાર નેતાઓને છોડાવવા માટે આગામી સપ્તાહે યોજાનાર જેલ ભરો આંદોલન પૂર્વે આજે સાબરકાંઠામાં યોજાયેલા એક કાર્યક્રમમાં એસપીજી નેતા લાલજી પટેલે ફરી એકવાર હૂંકાર કરતાં કહ્યું હતું કે, દુનિયા કોઇ જેલ પાટીદાર સમાજને નહીં સમાવી શકે.
સાબરકાંઠા જિલ્લાના સુંદરપુર ખાતે આજે યોજાયેલા પાટીદાર સ્નેહ મિલન સમારોહમાં એસપીજી નેતા લાલજી પટેલ સહિત પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. જ્યાં એસપીજી નેતા લાલજી પટેલે જેલમાં બંધ હાર્દિક પટેલ સહિત નેતાઓને જેલમાંથી છોડાવવા માટેના આગામી 17મીના જેલ ભરો કાર્યક્રમ સંદર્ભે કહ્યું હતું કે, દુનિયાની કોઇ જેલ પાટીદારોને સમાવી નહીં શકે. તેમણે જાટ આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, જે રીતે જાટ સમાજે પોતાના હક માટે એકજુથ થઇને લડત આપી હતી એ રીતે પાટીદાર સમાજ પણ એકજુથ થઇને લડત આપશે અને પોતાનો હક લઇને જ રહેશે.