Home /News /sabarkantha /Headclark Paper leak કેસમાં નવો ફણગો, સાબરકાંઠા કનેક્શન સામે આવ્યું, પણ ફાર્મહાઉસ ખોટું?

Headclark Paper leak કેસમાં નવો ફણગો, સાબરકાંઠા કનેક્શન સામે આવ્યું, પણ ફાર્મહાઉસ ખોટું?

પેપર લીકમાં પુરાવા સાથે યુવરાજસિંહ જાડેજા

HeadClark Paper Leak Case: પરીક્ષામાં પૂછવામાં આવેલું પેપર લીક (Paper Leak) થયાનો ઘટસ્ફોટ થતાં ગુજરાતનું વાતાવરણ ગરમાયું હતું. એક બાદ એક નવા ફણગા ફૂટી રહ્યા છે. આ અંગે યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) પૂરાવા અસિત વોરાને (Asit vora) સોંપવામાં આપ્યા હતા.

વધુ જુઓ ...
સાબરકાંઠાઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા રવિવારે હેડ ક્લાર્કની પરીક્ષા (HeadClark Paper Leak) યોજવામાં આવી હતી. જોકે, પરીક્ષામાં પૂછવામાં આવેલું પેપર લીક (Paper Leak) થયાનો ઘટસ્ફોટ થતાં ગુજરાતનું વાતાવરણ ગરમાયું હતું. એક બાદ એક નવા ફણગા ફૂટી રહ્યા છે. આ અંગે યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) પૂરાવા અસિત વોરાને (Asit vora) સોંપવામાં આપ્યા હતા. ત્યારે હવે પેપર લિક કેસમાં સાબરકાંઠાનું કનેક્શન (Sabarkantha connection in paper leak case) સામે આવ્યું છે.

આ કેસમાં અત્યાર સુધીમાં 10-12 લોકોની અટકાયત પણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ જે રીતે સોશિયલ મીડિયામાં (social media) ઉપર ફાર્મ હાઉસના ફોટો વાયરલ (Farmhouse photo viral) થઈ રહ્યા છે એ ફાર્મ હાઉસ ખોટું હોવાના દાવા સાથે ફાર્મહાઉસના (Farmhouse) માલિક પણ સામે આવ્યા છે.

પેપર લિક કેસમાં યુવરાજસિંહે અસિત વોરાને પુરાવા આપ્યા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે (Yuvraj Singh Jadeja) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ કરપાડામાં Engagement તોડવા મામલે યુવકને ઢોર માર મારતા મોત, યુવતીના પરિવારના સાતની ધરપકડ

જે ફાર્મહાઉસનો ઉલ્લેખ થાય છે એ ખોટું છે?
યુવરાજસિંહ જાડેજા દ્વારા ફાર્મ હાઉસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે રીતે ફાર્મહાઉસના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. તેને લઈને ફાર્મહાઉસના માલિક સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ-OMG! મહિલાએ જાહેરમાં બોસ સાથે કર્યો દુર્વ્યવહાર, પછી કોર્ટમાં જઈને લાખોનું લીધુ વળતર!

તેમનું કહેવું છે કે આ ફાર્મહાઉસમાં તેમનો પરિવાર રહે છે અને મીડિયા અને બીધી બાજુથી આ ફાર્મહાઉસનો ઉલ્લેખ થતાં બદનામી થઈ રહી છે. જેના પહલે તેઓ સાબરકાંઠા જીલ્લા પોલીસ વડાને અરજી આપી છે. આ ઉપરાંત યુવરાજસિંહ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત જણાવી હતી. અને મીડિયાને પણ તેમના ફાર્મ હાઉસના ફોટો ન બતાવવા માટે અપિલ કરી હતી.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

રવિવારે 186 જગ્યાની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી
નોંધનીય છે કે રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે અસિત વોરા જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરી પેપર લીકના પુરાવા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
First published:

Tags: Sabarkantha