Home /News /sabarkantha /સરકારી અધિકારીઓનો રિપોર્ટ, ‘કોઈ ખેડૂતને નુકસાન નથી થયું’; ખેડૂતો કહે છે કે, ‘સરવે કરવા કોઈ નથી આવ્યું’

સરકારી અધિકારીઓનો રિપોર્ટ, ‘કોઈ ખેડૂતને નુકસાન નથી થયું’; ખેડૂતો કહે છે કે, ‘સરવે કરવા કોઈ નથી આવ્યું’

ફાઇલ તસવીર

સાબરકાંઠા જિલ્લામાં ગણતરીના દિવસોમાં 8 તાલુકાઓમાં પાક નુકસાનીનો સરવે પૂરો કરી દેવામાં આવ્યો છે અને રિપોર્ટ સોંપાય ગયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ નુકસાન નથી. તો બીજી તરફ, ખેડૂતોએ કહ્યુ કે, ‘સરવે માટે તો કોઈ આવ્યું નથી!’

    ઈશાન પરમાર, હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ગણતરીના દિવસોમાં 8 તાલુકાઓમાં પાક નુકસાનીનો સરવે પૂરો કરી દેવામાં આવ્યો છે અને રિપોર્ટ સોંપાય ગયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ નુકસાન નથી. તો બીજી તરફ, ખેડૂતોએ કહ્યુ કે, ‘સરવે માટે તો કોઈ આવ્યું નથી!’ ત્યારે સરકાર અને ખેડૂતો બંને એકબીજાથી વિરોધાભાસી નિવેદન આપતા હવે સાચું શું તે વિચારવું રહ્યું!

    માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાવાઝોડા સાથે માવઠું વરસતા ઘઉં, ચણા અને તમાકુના પાક બગડી ગયો હતો. ત્યારે ખેતી વિભાગ જણાવે છે કે, ‘જિલ્લાના 8 તાલુકાઓમાં 48 ટીમ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં એકપણ ખેડૂત સહાયપાત્ર ન હોવાનું બહાર આવ્યું છે. સરકારની ગાઇડલાઇન એવી છે કે, 33 ટકાથી વધુ નુકસાન હોય તો જ સરકારી સહાય ચૂકવી શકાય. પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કહેર વરસાવ્યો ત્યારે ખેડૂતોમાં રોષ છે કે, ‘અહીં તો સરવે કરવા માટે કોઈ આવ્યું જ નથી. ઘઉં, તમાકુ કે ચણામાં નુકસાન થયું તો પણ સરવે કરવા આવ્યા નથી અને જણાવી રહ્યા છે કે નુકસાન જ નથી. ત્યારે અન્નદાતાઓની હાલત કફોડી બની ગઈ છે કે, જે નુકસાન થયું છે, તેનો સરવે ન કરે, સહાય ન આપે પણ સત્ય તો બહાર આવવું જ જોઈએ કે ખરેખર નુકસાન થયું હોવા છતાં તંત્ર કેમ ખોટી વાતો કરી રહ્યું છે.’

    આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા, કેરી-ચીકુનું ઉત્પાદન ઘટશે તેવી શક્યતા

    સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારે પવનને લઈ તમાકુનો તૈયાર પાક ઉડી ગયો હતો. તો બીજી તરફ, ઘઉં આડા પડી ગયા હતા. વળી, કાપેલા ઘઉં, ચણા અને તમાકુનો પાક પલળી ગયો હતો. છતાં જિલ્લાનો એકપણ ખેડૂત સહાયપાત્ર નથી. ત્યારે આ સરવેને લઈને અનેક સવાલ ઊભા થયા છે. ખેડૂતો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, ‘હજુ સુધી કોઈ સરવે કરવા આવ્યું જ નથી તો સવાલ એ થાય છે કે સરવે થયો તો કઈ રીતે થયો...? હા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ભારે નુકસાન થવા પામ્યું છે તો આ ઉપરાંત અહીં તો તમાકુ-ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થયું છે, પરંતુ તંત્ર કેમ નજર અંદાજ કરી રહ્યુ છે તે પણ એક સવાલ છે. ત્યારે ખેડૂતો હાલ તો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે.’



    સતત બે વખત કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે તો સામે ખેડૂતો હાલ તો વળતરની માગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સરવે જ કરવામાં આવ્યો નથી. સામે તંત્ર દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે કે, જિલ્લામાં કોઈ નુકસાન નથી તો સવાલ એ છે કે આ તો કેવો સરવે થયો જેમાં ખેડૂતોની ચકાસણી કર્યા વગર જ રિપોર્ટ આપવામાં આવ્યો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Farmer in Gujarat, Gujarat Government, Gujarat Unseasonal Rain, Unseasonal rain