Home /News /sabarkantha /Idar: એવું ગામ કે જે મેટ્રો સિટીને પણ મારે છે ટક્કર, સુવિધા જોશો તો રહેવા જવાનું મન થશે  

Idar: એવું ગામ કે જે મેટ્રો સિટીને પણ મારે છે ટક્કર, સુવિધા જોશો તો રહેવા જવાનું મન થશે  

X
2006

2006 સુધી પુંસરી ગામમાં કોઈ સુવિધા ન હતી

ગુજરાતમાં આવેલું પુંસરી ગામ રાજ્યનું પ્રથમ ડિજિટલ ગામ છે. આ ગામમાં તમામ સુવિધાઓ જેમ કે રોડ રસ્તા, સીસીટીવી, સાફ-સફાઈ માટેના વર્કર્સ, દૂધ ડેરી સુધી પહોંચવા માટે બસની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં આવેલી સરકારી શાળા પણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. પુંસરી ગામને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકેનો એવોર્ડ પણ એનાયત થયો છે.

વધુ જુઓ ...
Raj Chaudhary, Sabarkantha: સાબરકાંઠાના તલોદ તાલુકાનું પુંસરી ગામ જેને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકે પણ માનવામાં આવે છે. શું છે ગામની ખાસિયત? અને કેમ બન્યું છે આ ગામ ગુજરાતના અન્ય ગામો માટે રોલ મોડલ.

પુંસરી ગામ ગુજરાત માટે રોલ મોડલ

જ્યારે વિકાસની વાત આવે ત્યારે આપણને સારા રસ્તા ગટર લાઈન અને રહીશોને અન્ય સુવિધા મળવી જોઈએ જેવી બાબતો સૌ પ્રથમ યાદ આવે.ત્યારે પુંસરી ગામ સાબરકાંઠા જ નહીં સમગ્ર ગુજરાત માટે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. આ ગામમાં અન્ય કોઈ પણ ગામ કરતા સૌથી વધુ અને અનોખી સુવિધાઓ ઉપલબ્ધ છે.2006 સુધી ગામમાં કોઈ સુવિધા ન હતી

પુંસરી ગામના સરપંચ હિમાંશુ ભાઈનું કહેવું છે કે,જ્યારે વર્ષ 2006માં તેઓ ગામના સરપંચ બન્યા ત્યારે ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી.પરંતુ તેમની વિવાદ વાળી જમીન વેચ્યા બાદ તેમાંથી જે મૂડી આવી તેનાથી તેમણે સરપંચ તરીકે તે રૂપિયાને ગામના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું, અને એ પછી શરૂ થઈ પુંસરી ગામના વિકાસની ગાથા.સીસીટીવીથી સજ્જ છે ગામ

પુંસરી ગામમાં 35 જેટલા સીસીટીવી કેમેરા સજ્જ છે. જે થકી પંચાયતમાંથી ગામમાં બનતી દરેક ઘટના ઉપર નજર રાખી શકાય છે અને કેમેરાના ડરથી ગામમાં કોઈપણ વ્યક્તિ કે બહારની કોઈ વ્યક્તિ કે ચોર ગામમાં કોઈ પણ હલચલ કરતા ડરે છે અને છેલ્લા 15 વર્ષથી ગામમાં કોઈ નાની મોટી ચોરીનો બનાવ પણ બન્યો નથી.ગામની સફાઈ માટે વિશેષ કાળજી

પંચાયત દ્વારા ગામમાં ચાર સફાઈ કર્મીઓ નીમવામાં આવ્યા છે.જેઓ દરરોજ સવારે ગામના દરેક રસ્તા અને ગલીમાં પડેલો નાનો મોટો કચરો લઈને ગામને સ્વચ્છ અને સુઘડ ટકાવી રાખવામાં પોતાનો ફાળો આપી રહ્યા છે.ગ્રામજનોમાં પણ સરપંચના પ્રયત્નોથી એટલી શિસ્ત આવી ગઈ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે. અને તેઓ પણ ગામમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે પ્રયત્નનો ભાગ બની રહ્યા છે.પશુપાલકો માટે બસની સુવિધા

6000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે.અને પશુપાલન કરતા લોકોને સાંજે દૂધ ભરાવવા દૂધ મંડળી સુધી જવા માટે શેરીના નાકે નાકે બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં બેસીને પશુપાલકો દૂધ ડેરી સુધી અવરજવર કરી શકે.પ્રાથમિક શાળા પણ સંપૂર્ણ ડિજિટલ

ગામમાં ગુજરાત સરકારની પ્રાથમિક શાળા એવી છે જાણે કે કોઈ પ્રાઇવેટ શાળામાં આવી ગયા હોય.શાળાના દરેક વર્ગમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે.જેનું એક્સેસ દરેક વિદ્યાર્થીના વાલીને સ્માર્ટ ફોનમાં આપવામાં આવ્યું છે.જેથી વાલી ઘરે બેઠા પણ પોતાનું સંતાન શાળામાં શું પ્રવૃત્તિ કરી રહ્યું છે,તેના પર નજર પણ રાખી શકે અને જોઈ શકે.પુંસરી ગામને રાષ્ટ્રપતિ અને રાજ્યકક્ષાના સ્વચ્છતા તથા ડિજિટલ ગામ માટેના એવોર્ડ પણ મળી ચૂક્યા છે.અને આજે પણ પુંસરીના ગ્રામજનો તથા સરપંચ દ્વારા નવી નવી પહેલ તથા ગામના ભલા માટે અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Digital, Local 18, Sabarkantha, Villages