Home /News /sabarkantha /Sabarkantha Election Date 2022: ગત ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લામાં બીજેપીનો દબદબો, આ વખતે?

Sabarkantha Election Date 2022: ગત ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લામાં બીજેપીનો દબદબો, આ વખતે?

સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Sabarkantha Election Date 2022: વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    સાબરકાંઠા: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ ચાર વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    2017ની ચૂંટણી પર એક નજર
    Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
    27હિંમતનગરરાજેન્દ્રકુમાર રણજીતસિંહ ચાવડાકમલેશ પટેલBJP
    28ઈડરહિતેશભાઈ કનોડિયામણીલાલ વાઘેલાBJP
    29ખેડબ્રહ્મા (ST)રમીલાબેન બેચરભાઈ બારાઅશ્વિન કોટવાલINC
    33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારમહેન્દ્રસિંહ બારૈયાBJP


    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.



    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Congress, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन