Home /News /sabarkantha /Gujarat Election 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડબ્રહ્મા બેઠક પર કેવા છે રાજકીય સમીકરણ? જાણો
Gujarat Election 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડબ્રહ્મા બેઠક પર કેવા છે રાજકીય સમીકરણ? જાણો
khedbrahma assembly constituency : સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. બે ટર્મને બાદ કરતા અહીં કોંગ્રેસ જ સત્તા પર આવ્યું છે. બેઠક પર આદિવાસી ઉપરાંત ઠાકોર, પાટીદાર, અને ક્ષત્રિય મતો પણ મહત્વપૂર્ણ છે.
khedbrahma assembly constituency : સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. બે ટર્મને બાદ કરતા અહીં કોંગ્રેસ જ સત્તા પર આવ્યું છે. બેઠક પર આદિવાસી ઉપરાંત ઠાકોર, પાટીદાર, અને ક્ષત્રિય મતો પણ મહત્વપૂર્ણ છે.
Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. ત્યારે ભાજપના કાર્યકરો સહિત ઉપલા સ્તરના નેતાઓ સક્રિય છે. દરેક કમ્યુનિટીના વોટ ભાજપને મળે તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ગુજરાત ભાજપ સામે ફક્ત જીત નહીં, સારા માર્જિનથી જીતનો લક્ષ્ય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે પોતાના મત વિસ્તારમાં પકડ જમાવી રાખવા માટે નવી રણનીતિ ઘડી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ 50+ના ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે. આ ચૂંટણીમાં ઘમાસાણ વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક (khedbrahma assembly constituency) વિશે.
ખેડબ્રહ્મા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. તે ઐતહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ જવલ્લે જ જોવા મળતા બ્રહ્માના મંદિર અને વાવ, અંબિકા મંદિર અને મહાવીર જૈન મંદિર માટે જાણીતું છે. આ સાથે જ ખેડબ્રહ્મા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે.
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકો અને વિજયનગર તાલુકાનો સમાવેશ થાય છે.
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર મતદારો
2017 પ્રમાણે આ મતવિસ્તારમાં કુલ 234906 મતદારો છે, જેમાંથી 120515 પુરૂષ, 114386 મહિલા અને 5 અન્ય છે. ખેડબ્રહ્મા અને ભિલોડા અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠકો છે.
છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામ
વર્ષ 2007માં સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે અશ્વિન કોટવાળને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી રમીલાબેન બારાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
આ ચૂંટણીમાં કોટવાળને 60570 મત અને રમીલાબેનને 34680 મત મળ્યા હતા. જેમાં 22000થી પણ વધુ મતથી કોંગ્રેસના અશ્વિન કોટવાળની જીત થઈ હતી. જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અશ્વિન કોટવાળને રિપીટ કરાયા, જ્યારે બીજેપી તરફથી ભોજાભાઈ મકવાણાને મેદાને ઉતારવામાં આવ્યા હતા.
આ ચૂંટણીમાં પણ અશ્વિન કોટવાળનો 50000થી વધુ વોટના માર્જીનથી ભવ્ય વિજય થયો હતો. ગત વર્ષે 2017 વિધાનસભા ચૂંટણીમાં ફરીથી અશ્વિન કોટવાળને કોંગ્રેસ તરફથી ત્રીજી વખત ઉમેદવાર બનાવવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી તરફથી રમીલાબેન બારાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
આ ચૂંટણીમાં અશ્વિન કોટવાળને 85916 મત મળ્યા હતા, જ્યારે રમીલાબેનને 74785 મતો મળ્યા હતા. આ વખતે સતત ત્રીજી વખત જીતની હેટ્રિક મારતા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાળ 11000 મતોની સરસાઈથી જીત્યા હતા.
જાતિગત સમીકરણો
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. બે ટર્મને બાદ કરતા અહીં કોંગ્રેસ જ સત્તા પર આવ્યું છે. બેઠક પર આદિવાસી ઉપરાંત ઠાકોર, પાટીદાર, અને ક્ષત્રિય મતો પણ મહત્વપૂર્ણ છે. આથી જ ભાજપ અને કોંગ્રેસે આ તમામ જ્ઞાતિ-જાતિઓના સમીકરણોને ધ્યાને રાખી રાજકીય ચોપાટ બિછાવતી આવી છે.
વર્તમાન રાજકારણની પરિસ્થિતિ
વર્તમાનમાં ગુજરાતના રાજકારણમાં સૌથી સફળ અને સક્રિય પક્ષ ભાજપ છે. 2022ની ચૂંટણીઓમાં પણ ભાજપ વિજય થાય તેવી પૂરી શક્યતાઓ છે. ભાજપ વિરુદ્ધ બેરોજગારી, મોંઘવારી, નબળું શિક્ષણ સ્તર, નબળી કાનૂન વ્યવસ્થા જેવા મુદ્દાઓ છે.
તો બચાવ માટે હિન્દુત્વ, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ છે. પરંતુ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પોતાની આંતરિક સમસ્યાઓમાંથી બહાર આવી શક્યું નથી. ભાજપ માટે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી છે જે તેના લક્ષમાં વિઘ્નો નાંખી શકે છે.
દક્ષિણ ગુજરાતની આદિજાતિઓમાં પ્રભુત્વ ધરાવતી BTP પાર્ટી, આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે. સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રદેશનું નવું માળખું તૈયાર કરી રહી છે. સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણીમાં તે ભાજપ સામે ટકરાશે.
હારજીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવારોના નામ
પક્ષ
1962
ડાભી માલજીભાઈ
INC
1967
ઝી બી રાઠોડ
SWA
1972
માલજીભાઈ ડાભી
INC
1975
કટારા કાળુભાઈ
NCO
1978
ડી જે દોલજીભાઈ
INC
1980
ડામોર જગદીશચંદ્ર
INC
1985
કટારા કાળજીભાઈ
INC
1990
બારા બેચરભાઈ
BJP
1995
અમરસિંહ ચૌધરી
INC
1998
અમરસિંહ ચૌધરી
INC
2002
અમરસિંહ ચૌધરી
INC
2004
બારા રમીલાબેન
BJP
2007
અશ્વિન કોટવાલ
INC
2012
અશ્વિન કોટવાલ
INC
2017
અશ્વિન કોટવાલ
INC
વોટબેંકનું ગણિત
ભાજપને સવર્ણોની પાર્ટી માનવામાં આવે છે. આદિજાતિ સમુદાય, અનુસૂચિત જાતિ અને માઈનોરીટી કોંગ્રેસની વોટબેંક છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ પરથી પણ તે વાત સ્પષ્ટ બને છે. પરંતુ બીજી તરફ ભૂતકાળ અને વર્તમાનના બનાવોએ એવું સાબિત કર્યું છે કે શક્તિશાળી જ્ઞાતિઓનું વધુ પડતું ઈન્ફ્લુઅન્સ ભાજપમાં વધ્યું છે.
વળી અન્ય જાતિઓના વોટ વગર ભાજપ તેનો 150થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ મેળવી શકે તેમ નથી. ત્યારે ભાજપ પોતાની વોટબેંક વિસ્તારી રહી છે. આ માટે ભાજપ દ્વારા પોતાના જુદા-જુદા મોરચા અને જ્ઞાતિના નેતાઓને સક્રિય કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ કોંગ્રેસ એન્ટી હિન્દુ પક્ષ ગણાય છે. જે છબીને સુધારવા માટે કોંગ્રેસ પણ મિશન 2022 અંતર્ગત સોફ્ટ હિંદુત્વની પોલિટિક્સ અપનાવી રહી છે. વધુમાં વધુ લોકોને આકર્ષવા માટે કોંગ્રેસ સૉફ્ટ હિંદુત્વ અપનાવશે. જે માટે શહેરી વિસ્તારમાં કથાઓ તથા આરતીઓનું આયોજન કરશે.
પક્ષ પલટો
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન સાથે જ ત્રણ ટર્મથી જીતની હેટ્રિક લગાવનાર અશ્વિન કોટવાળે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકચાહના ધરાવતા અશ્વિન કોટવાળ પોતાના સંખ્યાબંધ સમર્થકો સાથે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.
પક્ષપલટાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, જે પાર્ટીમાં હું કામ કરી રહ્યો હતો તેની કામ કરવાની પદ્ધતિથી નારાજ હતો. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે હું ભલે કૉંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટાયો, પણ મારા દિલમાં નરેન્દ્ર મોદી વસેલા હતા.
પક્ષપલટાનો ભાજપને ફાયદો
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અશ્વિક કોટવાળ ભાજપમાં જોડાતા ભાજપની આદિવાસી નેતાઓની કેડર વધુ મજબૂત બનશે. એક તરફ ગુજરાતમાં ભાજપને આદિવાસી સમાજનો વિરોધ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે અશ્વિન કોટવાળની હાજરીથી પૂર્વ ગુજરાતની કેટલીક બેઠકો પર ભાજપને ફાયદો થઈ શકે છે.