Home /News /sabarkantha /

Gujarat election: ગુજરાત ચૂંટણી 2022 હિંમતનગર બેઠક પર થશે ખરાખરીનો ખેલ, જાણો ભાજપ-કોંગ્રેસના ગણિત

Gujarat election: ગુજરાત ચૂંટણી 2022 હિંમતનગર બેઠક પર થશે ખરાખરીનો ખેલ, જાણો ભાજપ-કોંગ્રેસના ગણિત

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022): હિંમતનગર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપનું પ્રભુત્વ છે. પરંતુ જીત આસાન નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022): હિંમતનગર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપનું પ્રભુત્વ છે. પરંતુ જીત આસાન નથી.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election)ની ઘડીઓ ગણાઈ રહી છે. રાજકીય પક્ષો (Political parties) વધુને વધુ બેઠક જીતીને સત્તા કબજે કરવા એડીચોટીનું જોર લગાવવા તૈયારી કરી રહ્યા છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) સહિતના પક્ષો દ્વારા મતદારો (Voters)ને રીઝવવાના પ્રયાસ થવાના છે. કોંગ્રેસ ગત વિધાનસભા (Vidhansabha) ચૂંટણીની જેમ આ વખતે પણ બેઠકનો આંકડો વધે તેવી અપેક્ષા રાખે છે. અલબત્ત આ વખતે ભાજપ સાથે તેને આમ આદમી સામે પણ વધુ જોર લગાવવાનું રહેશે. ભાજપ પણ સતર્ક છે અને ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યો છે.

  કોંગ્રેસનું ધ્યાન ગત ચૂંટણીમાં પાતળી સરસાઈથી ચુકી જવાયેલી બેઠકો પર પણ છે. જે પૈકીની એક બેઠક હિંમતનગર વિધાનસભા બેઠક છે. જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા (રાજુભાઈ ચાવડા)નો કોંગ્રેસના ઉમેદવાર કમલેશકુમાર પટેલ સામે પાતળી સરસાઈથી વિજય થયો હતો. જેથી આ બેઠક રાજકીય પક્ષોની રડારમાં છે.

  કોણ કોણ છે દાવેદારો?

  આ બેઠક પર 2022ની વિધાનસભા ચૂંટણી માટે ઘણા દાવેદારો છે. જેમાં વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિહ રણજીત સિહ ચાવડા, પુર્વ ગૃહરાજ્ય પ્રધાનના પુત્ર અને સોશિયલ મિડીયા કન્વીનર સિધ્ધાર્થ પ્રફુલ ભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલ અને કિસાન મોર્ચાના હિતેશ પટેલ સહિતના નામો લોકમુખે ચર્ચાય છે.

  હિંમતનગરનો ઇતિહાસ

  ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ ઇ.સ. 1426માં જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની સ્થાપના કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું હતું. જોકે, પૂર્વજો તેને અમનગર કહેતા હતા. ત્યારબાદ ઇ.સ. 1848માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું હતું અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનું નામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું.

  1947માં ભારતની સ્વતંત્રતા પછી ઇડર રાજ્ય ભારતમાં ભળી ગયું હતું. 1947થી 1965 સુધી હિંમતનગર ઇડર જિલ્લામાં હતું. ત્યારબાદ તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું સૌથી મોટું શહેર અને વડું મથક હતું. 1961થી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો ભાગ બન્યું હતું.

  જ્ઞાતિ-જાતિના સમીકરણો અને તેની અસરો

  હિંમતનગર વિધાનસભા મતવિસ્તાર - હિંમતનગર વિધાનસભા (27) ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સ્થિત છે અને તે સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 340710 વસ્તીમાંથી 70.29% ગ્રામીણ અને 29.71% શહેરી વસ્તી છે.

  અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 10.19 અને 2.87 છે. 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 261278 મતદારો અને 339 મતદાન મથકો છે. મતદાન મથકોની વાત કરીએ તો હિંમતનગર વિધાનસભા બેઠક પૈકી 275 ગ્રામ્ય જ્યારે 64 શહેરી એમ કુલ 339 મતદાન મથકો છે.

  હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું પાટનગર છે. આ વિધાનસભા બેઠકમાં હિંમતનગર તાલુકો, ભિલોડા તાલુકો (ભાગ) ગામો – નાનખી, ખાપરેતા, ફતેપુર, મેડી ટીંબા, નરોડા, માંકડી, શંગલ, બામના, સિહોલી, પુણાસણ, ધુળેટા, વંટડી, હાથરોલ, નાની બેબાર, રાજેન્દ્રનગર, તલોદ તાલુકો (ભાગ) ગામ – ચારણવંતા સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.

  અહીં 2019ની લોકસભા ચૂંટણીમાં 69.52% મતદાન થયું હતું. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે 77.37% હતું. રાઠોડ દિપસિંહ શંકરસિંહ (ભાજપ) સાબરકાંઠાના વર્તમાન લોકસભા સાંસદ છે અને રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા (રાજુભાઈ ચાવડા) (ભાજપ) હિમતનગર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.

  ભાજપના રાજુભાઈ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને 1,712 વોટથી પરાજય આપ્યો હતો. રાજેન્દ્રસિંહ ચાવડા 2012માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા અને જીત્યા હતા. પરંતુ તેમણે પક્ષ પલટો કરતા 2014ની પેટાચૂંટણીમાં અને 2017માં પણ તેઓ ભાજપની ટિકિટ પરથી વિજેતા થયા હતા.

  હિંમતનગર વિધાનસભા બેઠકની ચૂંટણીના પરિણામ

  વર્ષજીતનાર ઉમેદવારપક્ષ
  2017રાજુભાઇ ચાવડાભાજપ
  2012રાજુભાઇ ચાવડાકોંગ્રેસ
  2007પ્રફુલભાઈ પટેલભાજપ
  2002રણજીતસિંહ ચાવડાભાજપ
  1998રણજીતસિંહ ચાવડાભાજપ
  1995રણજીતસિંહ ચાવડાભાજપ
  1990ભગવાનદાસ પટેલજેડી
  1985લાખાભાઈ પટેલકોંગ્રેસ
  1980નાથુભાઈ પટેલભાજપ
  1975ભગવાનદાસ પટેલકોંગ્રેસ
  1972શંકરભાઈ પટેલકોંગ્રેસ
  1967ડી. હિમતસિંહએસડબલ્યુએ
  1962શંકરભાઈ પટેલકોંગ્રેસ

  હિંમતનગર વિધાનસભા બેઠક પર પાટીદારો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે. અલબત્ત વર્ષ 1962થી 1990 સુધી સતત પાટીદાર સમાજનું બેઠક પર એક ચક્રીય શાસન રહ્યું હતું. સૌથી વધુ વખત ચૂંટણી લડવાનો રેકોર્ડ ભગવાનદાસ પટેલના નામે છે. બીજી તરફ પક્ષ પલટો કરવામાં પણ ભગવાનદાસ પટેલ આગળ રહ્યા છે.

  ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલ બેઠક

  વર્ષ 1992માં બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ગુજરાતમાં મોટાપાયે રાજકીય સમીકરણો બદલાયા હતા. તે સમયે ગુજરાતમાં ભાજપની પ્રથમ વખત સરકાર બની હતી અને હિંમતનગર બેઠક પર પણ પાટીદારોના એક ચક્રીય શાસનનો અંત આવ્યો હતો અને પ્રથમ વખત ક્ષત્રિય સમાજના રણજીત સિંહ ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

  રણજીત સિંહે વર્ષ 1998 અને 2002માં આ બેઠક જાળવી હેટ્રીક સર્જી હતી. જોકે, વર્ષ 2007માં તેમને ટીકીટ ન મળી અને તેમના સ્થાને રાજ્ય સરકારના મંત્રીના પીએ રહી ચુકેલા પ્રફુલ પટેલને ભાજપે ચૂંટણી લડાવી હતી અને તેઓ વિજેતા બન્યા હતા. બાદમાં ગુજરાતમાંથી અમિત શાહની વિદાય પછી પ્રફુલ પટેલને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી બનાવાયા હતા.

  આ દરમિયાન વર્ષ 2012માં પુર્વ કુટીર ઉદ્યોગ પ્રધાન રણજીત સિહ ચાવડાના પુત્ર રાજેન્દ્રસિહ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલને હરાવ્યા હતા. વર્ષ 2014માં રાજેન્દ્ર સિહ ચાવડા કોગ્રેસ છોડી ભાજપમાં ફર્યા હતા. ત્યારબાદ તેઓ પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  બારડોલી  |  રાજુલા   |  બોટાદ    |   મોરવા હડફ   |  ઉના  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Himmatnagar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन