Home /News /sabarkantha /સાબરકાંઠા: લોકોએ રોષ જોતાં નેતાજીએ ચાલતી પકડી, કહ્યું- જવાબ આપવા બંધાયેલો નથી

સાબરકાંઠા: લોકોએ રોષ જોતાં નેતાજીએ ચાલતી પકડી, કહ્યું- જવાબ આપવા બંધાયેલો નથી

લોકોનો રોષ જોતાં નેતાજીએ ચાલતી પકડી

Gujarat assembly election 2022: સાબરકાંઠામાં ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે નાગરિકોએ નેતાજીને સવાલોથી ઘેર્યા હતા.

 • News18 Gujarati
 • Last Updated :
 • Sabar Kantha, India
  સાબરકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટની વહેંચણી બાદ હવે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાર્ટીના કદાવર નેતાઓ અને સ્થાનિક ઉમેદવારો લોક સંપર્ક કરી અડીચોંટીનો જોર લગાવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠામાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે નાગરિકોએ નેતાજીને સવાલોથી ઘેર્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, તમને જવાબ આપવા બંધાયેલો નથી.

  નેતાજીને પ્રચારમાં નાગરિકોએ સવાલોથી ઘેર્યા

  કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલને પ્રચાર દરમિયાન યુવાનોને રોષને સામનો કરવો પડ્યો હતો. યુવાનોએ ઉમેદવારને જોતાં જ સવાલો કર્યા હતા કે, તમે ચૂંટણી બાદ ક્યારે ગામની મુલાકાત લીધી છે? તમારા દિકરાએ બનેલો રસ્તો તૂટી ગયો છે, પુલ અધુરો મુક્યો છે? શિક્ષણ, આરોગ્ય અને રોડ રસ્તાઓની સમસ્યાને લઈને યુવાનોએ ઉગ્ર રજુઆત કરી હતી. સવાલોનો મારો જોતાં અશ્વિન કોટવાલ જવાબ આપતાં અટવાયા હતા. તેમણે કહ્યું હતું કે, હું તમને જવાબ આપવા માટે બંધાયેલો નથી. ગામ લોકોને યોગ્ય લાગશે તો મને મત આપશે. લોકોનો રોષ જોતાં અશ્વિન કોટવાલ ગામની પ્રચાર સભા અડધી મૂકી નીકળી ગયા હતા. નોંધનીય છે કે, આ ઉપરાંત અન્ય ગામોમાં પણ કોટવાલનો વિરોધ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો: ગત ચૂંટણી કરતા ભાજપ આ વખતે વધારે સીટ જીતશે, સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવીશું: જેપી નડ્ડા

  2017માં સબારકાંઠામાં કોની થઇ હતી જીત?

  સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ ચાર વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસમાંથી અશ્વિન કોટવાલની જીત થઇ હતી. જોકે, 2022ની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन