Home /News /sabarkantha /GT VS CSK: IPL 2023: દિયોર આ હાર્દિક પંડ્યાએ તો ભારે કરી, અસ્સલ ઉત્તર ગુજરાતીમાં IPL નું વિશ્લેષણ

GT VS CSK: IPL 2023: દિયોર આ હાર્દિક પંડ્યાએ તો ભારે કરી, અસ્સલ ઉત્તર ગુજરાતીમાં IPL નું વિશ્લેષણ

X
ipl

ipl 2023 મેચની ઉત્તર ગુજરાતી ભાષામાં મેચની કોમેન્ટ્રી

ચેન્નઈના આપેલા 179 રનના ટાર્ગેટને ગુજરાત ટાઈટન્સની ટીમે શુભમન ગિલની શાનદાર અર્ધી સદીની મદદથી 19.2 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. IPL 2023ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો અને  પ્રથમ મેચમાં જ ચેન્નાઇની ટીમનો પરાજય થયો હતો.

વધુ જુઓ ...
Raj Chaudhary, Sabarkantha:  IPL 2023 (Indian Premier League) નો શાનદાર  પ્રારંભ  થઈ ચૂક્યો છે. પહેલી જ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો અને હોમગ્રાઉન્ડમાં તેણે શુભ શરૂઆત કરી હતી. પીચ અને કન્ડિશન જોતાં તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જો કે ચેન્નઈના આપેલા 179 રનના ટાર્ગેટને ગુજરાત ટાઈટન્સની ટીમે શુભમન ગિલની શાનદાર અર્ધી સદીની મદદથી 19.2 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. IPL 2023ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો અને  પ્રથમ મેચમાં જ ચેન્નાઇની ટીમનો પરાજય થયો હતો.

હાર્દિકે ટોસ જીતીને કહ્યું હતું કે આ પ્રકારના ક્રાઉડ વચ્ચે રમવું રોમાંચક હોય છે. આ વખતે આઈપીએલ ઘણી રીતે રોમાંચક રહેશે. ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ ઘણો નિર્ણાયક બની રહેશે. અમારા ટીમ્મેટ્સ ઘણી મહેનત કરીને આવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવર રમીને 178 રન બનાવ્યા હતા. જેમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડના 92 રનનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઈટન્સ તરફથી જોસેફ, રાશિદ અને શમીએ શાનદાર બોલિંગ કરતા બે બે વિકેટ ઝડપી હતી.છેલ્લી ઓવરમાં ચાહકોને ધોનીનો છગ્ગો જોવા મળ્યો હતો જેના કારણે અમદાવાદમાં ક્રિકેટ ફેન્સ ગેલમાં આવી ગયા હતા.



ગુજરાત ટાઈટન્સની ટીમે શુભમન ગિલની શાનદાર અર્ધી સદીની મદદથી ચેન્નઈના આપેલા 179 રનના ટાર્ગેટને 19.2 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. અને આ રીતે IPL 2023 ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો અને  હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ચેન્નઈ સામે ગુજરાતની ટીમ હજુ આજેય રહી છે. એટ્લે કે એક પણ મેચ હારી નથી. IPL 2023 ની આ પ્રથમ મેચમાં જ ચેન્નઈની ટીમનો પરાજય થયો હતો. જેના કારણે ધોની પર આગળની મેચોમાં ટીમને જિતાડવાનું દબાણ વધશે કારણ કે છેલ્લી સિઝનમાં CSK છેક 9 માં ક્રમે રહી હતી.
First published:

Tags: 1st T20, Ahmedabad news, Cricketers, IPL 2023, Local 18, Match