Home /News /sabarkantha /સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે આનંદના સમાચાર, દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો ભાવ વધારો
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે આનંદના સમાચાર, દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો ભાવ વધારો
સાબર ડેરીએ આપ્યા આનંદના સમાચાર
Sabar Dairy: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતાં વધુ પશુપાલકો માટે સાબર ડેરીએ આનંદના સમાચાર આપ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયા જેટલો ભાવ વધારો જાહેર કરાવ્યો છે. ભાવ વધારો આગામી 21 તારીખથી લાગુ કરવામાં આવશે.
ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતાં વધુ પશુપાલકો માટે સાબર ડેરીએ આનંદના સમાચાર આપ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયા જેટલો ભાવ વધારો જાહેર કરાવ્યો છે. ભાવ વધારો આગામી 21 તારીખથી લાગુ કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે જોકે સાબરડેરી સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવી રહી છે.
દુધના ખરીદ ભાવમાં વધારો કરવામાં
સાબર ડેરી દ્વારા વખત પશુપાલકોના હિતને ધ્યાનમાં લઇ દુધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ તાજેતરમાં જ સાબર ડેરી ખાતે મળેલી સાબર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં દૂધના ખરીદભાવમાં 20 રૂપિયા જેટલો ભાવ વધારો કરવાનું નક્કી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે 780 રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા. જેમાં 20 રૂપિયાનો ભાવ વધારો કરતા આગામી 21 તારીખથી પશુપાલકોને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટના ચૂકવવામાં આવશે. જે ભાવ વધારો આગામી 21 તારીખથી લાગુ કરવામાં આવશે.
માર્ચ 2022થી અત્યાર સુધી પાંચ વખત દૂધના ખરીદભાવમાં વધારો કર્યો છે. આમ તો પશુપાલન કરતા ખેડુતોને આ ભાવ વધારો પોષાય તેમ નથી. ડેરી દ્રારા માત્ર ભેંસના દુધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો પરંતુ ગાયના દુધમાં તો વધારો થયો જ નથી. આ ઉપરાંત સાગરદાણ, મકાઈ ભરડો અને પાપડી સહિતના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. આમ જોવા જઈએ તો, માત્ર 20 રૂપિયાનો ભાવ વધારોએ પશુ આહારના ભાવ વધારા સામે ઓછો છે. જેને લઈને પશુપાલન કરતા ખેડુતોને તો સરવાળે શૂન્ય જ છે, એટલે જ વધુ ભાવ વધારો થાય તેવી પણ માંગ ઉઠી છે.
પશુ આહારના ભાવની વાત કરીએ તો સાબરદાણનો ભાવ 1500, મકાઈનો ભરડો 1250 આ ઉપરાંત લીલું ઘાસ સહિત અન્ય આહાર પણ મોઘુ છે જેને લઈને ખેડુતો પોષાય તેમ નથી.આમ તો એક બાજુ સાબરડેરી દુધના ભાવ કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરે છે સામે પશુ આહાર પણ મોંઘુ થઈ રહ્યુ છે. આ સાથે સાથે લીલું ઘાસ પણ મહામહેનતે મળે છે એટલે ખેડુતો હવે તો સરવાળે શૂન્ય જ છે એટલે ખેડુતો ને કંઈ પોષાય તેમ નથી.