
હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લા ખરીદ વેચાણ સંઘ સંચાલીત હિંમતનગરના ગાંભોઇ સ્થીત પેટ્રોલ પંપ માંથી રીમોટ કંટ્રોલ વડે પેટ્રોલ ડીઝલ ઓછુ આપવાની ગેર રીતે બહાર આવ્યા બાદ ખરીદ વેચાણ સંઘે તેમના શાખા મેનેજર સહીત ચાર કર્મચારીઓને ફરજ મોકુફ કરી દીધા છે. સંઘે તાત્કાલીક સાધારણ સભા બોલાવીને બોર્ડ બેઠક દ્રારા તપાસ સમીતીની રચના કરીને કર્મચારીઓને ડીસ મીસ કરવા અને તેની તપાસ હાથ ધરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.