Home /News /sabarkantha /Idar News: ઇડરની હોસ્પિટલની ઉત્તમ સારવારથી વિદેશી મહિલા મુસાફરે કહ્યું - બીમાર પડીશ તો અહીં સારવાર લેવાનું પસંદ કરીશ

Idar News: ઇડરની હોસ્પિટલની ઉત્તમ સારવારથી વિદેશી મહિલા મુસાફરે કહ્યું - બીમાર પડીશ તો અહીં સારવાર લેવાનું પસંદ કરીશ

વિદેશી મહિલાએ ઇડરની હોસ્પિટલ માટે કહ્યુ, ‘ફરી બીમાર પડીશ તો અહીં સારવાર લેવાનું પસંદ કરીશ’

Idar News: પોશીનાની ટૂર દરમિયાન કાંડાનું ફ્રેક્ચર થતા તેને ઇડરની હોસ્પિટલમાં ઉત્તમ મેડિકલ સારવાર આપવામાં આવી હતી. જેને લઈને મહિલા ગદગદિત થઈ ગઈ હતી અને સારવારના વખાણ કર્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Sabar Kantha, India
    સાબરકાંઠાઃ ભારતની સંસ્કૃતિ ખૂબ મજબૂત છે. તેના પાયામાં રહેલી ‘અતિથિ દેવો ભવ’ની વાત હંમેશા જોવા મળી છે. તેમાંય ગુજરાત તો હંમેશા તેની મહેમાનગતિ માટે વખણાતું રહ્યું છે. ત્યારે વધુ એકવાર આ ઉક્તિ સાચી પડી રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પોશીનાની ટૂર દરમિયાન કાંડાનું ફ્રેક્ચર થતા તેને ઇડરની હોસ્પિટલમાં ઉત્તમ મેડિકલ સારવાર આપવામાં આવી હતી. જેને લઈને મહિલા ગદ્ગદિત થઈ ગઈ હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. તે સાથે જ એવું કહ્યુ હતુ કે, ‘જો હું ફરી બીમાર પડું તો અહીં સારવાર લેવાનું પસંદ કરીશ.’

    યુએસએથી ટૂરમાં ફરવા આવ્યા હતા


    યુએસએના બોસ્ટન શહેરની 80 વર્ષીય મહિલા એનસ્ટેસી કોલને હાથના કાંડામાં ઇજા પહોંચી હતી. તેઓ અન્ય 20થી 25 મુસાફરો સાથે 15 દિવસની ભારતની ટૂર પર આવ્યા હતા. ગુજરાતની ટૂરના ભાગરૂપે તેમને અમદાવાદથી હડાદના પોશીના ફરવા આવવાનું થયું હતું અને ત્યાં તેમના કાંડામાં ઇજા પહોંચતા ફ્રેક્ચર થયું હતું. ત્યારે ટૂર મેનેજર અને દરબારગઢના મેનેજરે તેમને ઇડરની ભાવના ઓર્થોપેડિક્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.


    હોસ્પિટલમાં મહિલા મુસાફરને સારી સુવિધા આપવામાં આવી


    આ હોસ્પિટલમાં એનસ્ટેસી કોલને તાત્કાલિક યોગ્ય સારવાર આપવામાં આવી હતી. તેમને પ્લેટિંગ કરી ઓપરેશન કરી આપ્યું હતું. હોસ્પિટલ દ્વારા વિદેશી મહિલાને અતિથિ દેવો ભવના સત્કાર હેઠળ સવિશેષ સારવાર આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ દ્વારા જમવાની વ્યવસ્થા, 24 કલાક સ્ટાફની સેવા અને ટૂર સાથે ફરીથી જોડાવવા માટે કારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેને લઈને મહિલા મુસાફર ગદગદિત થઈ ગયા હતા.

    આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ પડશે

    મહિલા મુસાફર ભાવુક થઈ ગયા


    ત્યારે આ મામલે મહિલા મુસાફર એનસ્ટેસી કોલે જણાવ્યુ હતુ કે, ‘અમે ભારતની ટૂર કરવા માટે આવ્યા છીએ. ભારતની ત્રીજી વખતની મુલાકાત માટે અમે ગુજરાતમાં ફરવા આવ્યા છીએ. મને ગુજરાત બહુ જ પસંદ આવ્યું. અહીંના લોકો મને ખૂબ દયાળુ લાગ્યા. ભારતીય સંસ્કૃતિથી હું બહુ જ પ્રભાવિત છું. ગુજરાત મને એટલું ગમ્યું છે કે મને મારા દેશ પરત જવાનું મન થતું નથી. પોશીનાના પહાડો જાણે મારે બોસ્ટનની ફિલિંગ કરાવતા હોય એવો અહેસાસ થાય છે. મને હોસ્પિટલે સારી સુવિધાઓ પૂરી પાડી હતી. અંતરિયાળ વિસ્તારમાં સ્વચ્છ, સારી સુવિધાયુક્ત હોસ્પિટલ હોવી તે દેશ માટે ખૂબ મહત્વની વાત છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Hospitals, Orthopedic specialist, Sabarkantha, Treatment

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन