Home /News /sabarkantha /આંતરાષ્ટ્રીય બજારમાં મંદી આવતા માર્કેટિંગ યાર્ડ સુમસામ બન્યા, જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો

આંતરાષ્ટ્રીય બજારમાં મંદી આવતા માર્કેટિંગ યાર્ડ સુમસામ બન્યા, જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો

ખેડુતોએ સારુ ઉત્પાદન અને વધુ ભાવની આશાએ આ વખતે કપાસનું વધુ વાવેતર કર્યુ હતુ.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયુ હતુ પરંતુ વાતાવરણ અને કપાસમાં પડતી જીવાત અને રોગચાડાને લઈને વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈને આ વખતે ઉત્પાદન તો ઘટ્યુ પરંતુ કપાસના ભાવ પણ તળીએ બેસી ગયા જેને લઈને ખેડુતોની હાલત હાલ તો કફોડી બની છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Sabar Kantha, India
    ઈશાન પરમાર, હિંમતનગર: આંતરાષ્ટ્રીય બજારમાં મંદી આવતા કપાસના ભાવમાં 400 થી 600 નો ઘટાડો આવતા માર્કેટિંગ યાર્ડ સુમસાન બન્યા છે. તો સામે ખેડુતો 2000 થી 2500 કરતા પણ વધુ ભાવ મળે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

    સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયુ હતુ પરંતુ વાતાવરણ અને કપાસમાં પડતી જીવાત અને રોગચાડાને લઈને વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈને આ વખતે ઉત્પાદન તો ઘટ્યુ પરંતુ કપાસના ભાવ પણ તળીએ બેસી ગયા જેને લઈને ખેડુતોની હાલત હાલ તો કફોડી બની છે. ચાઈનામાં કોરોનાને લઈને નિકાસ ઘટી છે તો આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજાર નબડુ પડવાને લઈને પણ કપાસની ખરીદી ઘટી ગઈ છે. જેના કારણ માર્કેટિંગ યાર્ડ સુમસાન ભાખી રહ્યા છે. ગત વર્ષથી સરખામણીએ આ વખતે 500 થી 700 રૂપિયાનો મણે ભાવ ઘટાડો થયો છે તો છેલ્લા 15 દિવસની સરખામણીએ આજે 300 થી 500 રૂપિયાનો કપાસમાં ઘટાડો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો: આવતીકાલે ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને કાયદાનું સ્વરૂપ આપતું બિલ ગૃહમાં રજૂ કરાશે

    આમ તો કપાસની ખેતી પાછળ એક વિઘા દીઠ 15000 ના ખર્ચે સાથે મોંઘીદાટ દવાઓ, મજુરી, વિમાણમણના એક મણના 200 રુપિયા તો માર્કેટ સુધી લાવાનો ખર્ચે 1500 રુપિયા એમ ખેડુતોને તપાસ પાછળ અધધ ખર્ચ થઈ રહ્યો છે અને સામે જે ભાવ મળે છે તો પણ પુરતો નથી જેથી ખેડુતોની હાલત કફોડી બની છે એક તો ઉત્પાદનમાં ઘટાડો, સામે કમોસમી વરસાદને કારણે પણ ઉત્પાદન ઘટ્યુ છે અને જેના કારણે હાલ ખેડુતો બેહાલ બન્યા છે અને ઉપરાંત આ વર્ષો છેલ્લા 10 દિવસથી ભાવમાં સરેરાસ 300 થી 500 નો ઘટાડો નોંધાયો છે એ પણ ખેડુતોને પોષાય તેમ નથી જેથી ખેડુતોને હાલ તો રોવાનો વારો આવ્યો છે. આ ભરતભાઈ અને સુરેશભાઈ જેઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છે પરંતુ આ વર્ષે ખેડુતો ને પોષણક્ષમ ભાવ મળતા નથી જેને લઈને ખેડુતો ને મંદી નો માર સહન કરવો પડે છે.

    આમ તો ખેડુતો સારુ ઉત્પાદન અને વધુ ભાવની આશાએ આ વખતે કપાસનું વધુ વાવેતર કર્યુ હતુ પરંતુ આ વર્ષે વાતાવરણને લઈને અને બજાર નબળું પડતુ યોગ્ય ભાવ મળતા નથી જેથી ખેડુતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખેડુતને 2500 થી 3000 ભાવ મળે તોજ ખેડુત ને પોષાય તેમ છે એટલે સરકાર ખેડુતો નુ કંઈ વિચારે તેવી માંગ પણ કરી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Farmer in Gujarat, Himmat Nagar, Sabarkantha

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો