Home /News /sabarkantha /Gujarat Weather Update: વાદળછાયા વાતાવરણને લીધે ખેડૂતોમાં ચિંતા, પાક બગડે તો 50 ટકા ઉત્પાદન ઘટે તેવી શક્યતા!
Gujarat Weather Update: વાદળછાયા વાતાવરણને લીધે ખેડૂતોમાં ચિંતા, પાક બગડે તો 50 ટકા ઉત્પાદન ઘટે તેવી શક્યતા!
કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી
Gujarat Weather Update: સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
ઈશાન પરમાર, ધનપુરાઃ સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
શિયાળુ પાકને કમોસમી વરસાદથી નુકસાન
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાથી ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે. ત્યારે શિયાળુ પાકને લઈને ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદ પડે તો મોટાભાગે શાકભાજીને નુકસાન પહોંચશે. આ ઉપરાંત ઘઉં, એરંડા, વરિયાળી જીરું, બટાકા અને કપાસ જેવા પાકોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે. વરસાદી છાંટા પડવાથી પાકના પાંદડા બગડી જાય અને ખરી પડે તો છોડનો વિકાસ અટકી જાય અને ભારે નુકસાન થાય.
સમગ્ર ગુજરાતમાં સતત વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસવાળા વાતાવરણ છવાયું છે. ધુમ્મસને કારણે ઘઉં, એરંડા, કપાસ અને શાકભાજીમાં ઇયળનો ઉપદ્રવ વધી જશે. ઈયળ પાકને નષ્ટ કરી નાંખશે તો ખેડૂતો વધુ ઉત્પાદન નહીં મેળવી શકે અને ભારે નુકસાન થાય તેમ છે. ત્યારે શિયાળામાં ઠંડી પડે તો જ ઉત્પાદન વધુ મળે તેવું હોય છે. જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.
આ વર્ષે જો આવું વાતાવરણ રહે તો, ખેડૂતોના ઉત્પાદનમાં 50 ટકા જેટલો ઘટાડો થાય તેવી શક્યતા છે. તેટલું જ નહીં, પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે તો પોષણક્ષમ ભાવ મળી શકશે નહીં અને ખેડૂતોને મોટા ફટકાનો સામનો કરવો પડી શકે છે.