Home /News /sabarkantha /હિંમતનગરઃહોટલની આડમાં ચલાવાતું કુંટણખાનું ઝડપાયું

હિંમતનગરઃહોટલની આડમાં ચલાવાતું કુંટણખાનું ઝડપાયું

  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગર- હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ રાજપુતાના હોટલમાંથી પોલીસે કુટણખાનુ ઝડપી પાડ્યુ છે. 6મહિલાઓ સહિત ત્રણ ગ્રાહકોની પોલીસે ઘડપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

    hmt kutankanu01

    સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરનાં હાર્દ સમા વિસ્તાર એવા ટાવર ચોક માં આવેલી રાજપુતાના હોટલમાંથી ચાલતું કુટણખાનું ઝડપાયું છે. જેમાં ૬ મહિલાઓ સહીત ૩ ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.છેલ્લા કેટલાય સમય થી અહિ કુટણખાનુ ચાલતુ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ ત્યારે આજે બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે જ રેડ કરતા અહિ ચાલતુ કુટણ ખાનુ ઝડપી પાડ્યુ છે જેમાં છ રૂપ લલનાઓ અને ત્રણ ગ્રાહકો પણ પોલીસના હાથમાં લાગી ગયા છે..

    આ  હોટલમાંથી ઝડપાયેલ તમામ મહિલાઓ મોડાસા ,ઉદેપુર અને હિમતનગર ની હોવાનું ખુલ્યું હતું તો ઝડપાયેલ ૩ ગ્રાહકો હિમતનગરના હોવાનું ખુલ્યું છે..આ તમામ લોકોની બી ડિવિઝન પોલીસે અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

    પોલીસે તપાસ કરતા ગ્રાહક અને રૂપ લલનાઓ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે લેવામાં આવી છે તો હોટલ નજીક થી કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા હતા જે માલ સામાન પણ પોલીસે જપ્ત કરેલ છે.તો નોધનીય છે કે થોડા દિવસો પહેલા બેરણા ગામેથી પણ કુટણખાનું ઝડપાયું હતું તો આજે ફરી હિમતનગર નાં હાર્દ સમા ભરચક્ક વિસ્તાર માંથી કુટણખાનું ઝડપાયુ છે.

    આમ તો ઘણા સમયથી આ કુટણખાનું ચાલતુ હતુ પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરતાની સાથે 6 મહિલાઓ અને અન્યત્રણ ગ્રાહકોની પોલીસે ધરપકડ કરી છે આમ તો કુટણખાનુ ઝડપાતા રહીશોમાં તર્ક વીતર્ક જોવા મળી રહ્યો છે.હાલતો બાતમી ના આધારે બી ડીવીઝન પોલીસે ઝડપી પાડેલા કુટણખાનાં માં હોટલ માં રહેતો નોકર ભાગી છુંટવામાં સફળ રહ્યો હતો તો પોલીસે હોટલ માલિક વિરુદ્ધ પણ ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે .
    First published:

    Tags: કુંટણખાનું, ગુજરાત, રૂપલલના, હિંમતનગર