Home /News /sabarkantha /

સી.આર. પાટીલના કાર્યક્રમ માટે મંડપ એસોસિએશને મંડન નહીં બાંધવાનો નિર્ણય લેતા ભાજપમાં સોપો

સી.આર. પાટીલના કાર્યક્રમ માટે મંડપ એસોસિએશને મંડન નહીં બાંધવાનો નિર્ણય લેતા ભાજપમાં સોપો

સી.આર. પાટીલ.

અનલોક અંતર્ગત મંડપ એસોસિએશનને છૂટછાટ નહીં મળતા કોઈ પણ રાજકીય પક્ષના કાર્યક્રમ માટે મંડપ નહીં બાંધવાનો નિર્ણય.

    હિંમતનગર : ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (Gujarat BJP Chief CR Patil) આજથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાત પ્રવાસે ગયા છે. સી.આર.પાટીલે (C R patil) આજરોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે મા અંબાના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી હતી. અહીં ભાજપાના અગ્રણી (BJP Leaders)ઓ અને સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત-અભિવાદન કર્યું હતું. પાટીલ પોતાના પ્રવાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લાની પણ મુલાકાત લેવાના છે. જોકે, આ દરમિયાન મંડપ એસોસિએશને પાટીલના કાર્યક્રમ માટે મંડપ બાંધવાનો ઇન્કાર કરતા ભાજપમાં સોપો પડી ગયો છે.

    આ પણ વાંચો :

    મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા મંડપ એસોસિએશન તરફથી સી.આર. પાટીલના કાર્યક્રમો માટે મંડપ નહીં બાંધવાનો નિર્ણય કર્યો છે. અનલોકમાં મંડપ એસોસિએશનને કોઈ છૂટછાટ નહીં મળતા તેમણે બહિષ્કારની જાહેરાત કરી છે.



    જોકે, ફક્ત ભાજપ જ નહીં પરંતુ મંડપ એસોસિએશન કોઈ પણ પક્ષના કાર્યક્રમ માટે મંડપ નહીં બાંધે. સી.આર. પાટીલના કાર્યક્રમને આડે હવે ફક્ત બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે મંડપ એસોસિએશન તરફથી કરવામાં આવેલી આવી જાહેરાતથી ભાજપ મુશ્કેલી વધી છે.

    પાટીલ પોતાના પ્રવાસના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ગાંધીનગરથી સવારે સાડા નવ વાગ્યે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પહોંચશે. 11 વાગ્યે હિંમતનગર ખાતે તેમનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે બાદમાં તેઓ સામાજિક, ધાર્મિક, સહકારી, વેપારી તેમજ ઉદ્યોગજગતના લોકો સાથે મુલાકાત કરશે. તેઓ સાબરકાંઠા જિલ્લા સંગઠન અને ચૂંટાયેલા સભ્યો સાથે પણ બેઠક કરશે. અહીં જ તેઓ બપોરનું ભોજન લશે. જે બાદમાં ત્રણ વાગ્યે ગાંભોઈ ખાતે તેમના સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CR Patil, Lockdown, Sabarkantha, ઉત્તર ગુજરાત, ગુજરાત, ભાજપ

    આગામી સમાચાર