Home /News /sabarkantha /પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પોલીસને આપી ગર્ભીત ધમકી, ભાજપ માટે વાપર્યો નરભક્ષકનો શબ્દ

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પોલીસને આપી ગર્ભીત ધમકી, ભાજપ માટે વાપર્યો નરભક્ષકનો શબ્દ

અરવલ્લીના ભિલોડાની જાહેર જનસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને ગર્ભીત ધમકી આપી હતી.

જગદીશ ઠાકોરના તીણા વેણના જવાબમાં ભાજપે પણ જવાબ આપ્યો છે. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જગદીશ ઠાકોરના આરોપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસનું ભવિષ્ય ધુંધળું છે. જગદીસ ભાઇની આગેવાનીમાં લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે માટે તેઓ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે એલફેલ નિવેદનો આપી રહ્યા છે.

વધુ જુઓ ...
  કૉંગ્રેસમાંથી ફાળગતિ કર્યા બાદ આજે હાર્દિક પટેલ (Hardik Patel) વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયો છે. ત્યારે આજે રાજ્યમાં હાર્દિકની ચર્ચા વચ્ચે કોગ્રેસ નેતા જદગીશ ઠાકોર પણ ચર્ચામાં આવી ગયા છે. પોતાના બેફામ નિવેદનો માટે જાણીતા પ્રદેશ કૉંગ્રેસ (Congress) અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish Thakor) એ આજે ભારતીય જનતા પાર્ટી (BJP) પર મસમોટા આરોપો લગાવ્યા છે. જેવે લઇ રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઇ ગઇ છે સાથે જ રાજ્યની રાજનીતિમાં ગરમાવો પણ આવી ગયો છે.

  અરવલ્લીના ભિલોડાની જાહેર જનસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને ગર્ભીત ધમકી આપી હતી. આ સાથે જ તેમણે જનસભામાં તીણા વેણ પણ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પાંચ ટકા પોલીસકર્મીઓ રાજ્ય સરકારના ઇશારે કામ કરે છે. જો અમારી સરકાર આવશે તો આ કર્મીઓને પાંચસો કિલોમીટર કપડા વિના દોડાવીશું.  જગદીશ ઠાકોરે જનસભાને સંબોધતા કહ્યું હતું કે,"રાજ્યમાં 95 ટકા પોલીસકર્મીઓ સારા છે જેઓ સારા કામ કરે છે તેઓ કાયદાને જાણે છે પરંતુ પાંટ ટકા કર્મીઓ ભાજપની ચડ્ડી પહેરી લીધી હોય તેવા છે. તેવા પોલીસવાળાને હું ભિલોડાના બજારમાંથી કહું છે કે, તે લોકો યાદ રાખે કે જો અમારી પાંચમ આવશે તો છઠ નહીં થવા દઇએ અને કપડા વિના પાંચ સૌ કિલોમીટર દોડવાની તૈયારી રાખજો.

  આ પણ વાંચો- રાષ્ટ્રીય શિક્ષા નીતિ નવું ક્રાંતિકારી પગલું બની રહેશે

  આ દરમિયાન જગદીશ ઠાકોરે ભાજપ પર આરોપ મૂકતા કહ્યું કે, તેઓ નરભક્ષકો છે અને તેઓ લોહી ચાખી ગયા છે માટે આવા નરભક્ષકોઓથી ચેતજો, તેઓને માત્ર ચૂંટણી સમયે જ રામ યાદ આવે છે. અમારા મોઢે તો હંમેશાથી રામ હોય છે. આ જનસભામાં જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને બહુરૂપિયાઓ ગણાવ્યા હતા.

  આ પણ વાંચો- સ્ત્રી સશક્તિકરણનું સાચુ ઉદાહરણ એટલે અલ્પાબેન પટેલ

  ત્યાં જગદીશ ઠાકોરના તીણા વેણના જવાબમાં ભાજપે પણ જવાબ આપ્યો છે. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જગદીશ ઠાકોરના આરોપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસનું ભવિષ્ય ધુંધળું છે. જગદીસ ભાઇની આગેવાનીમાં લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે માટે તેઓ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે એલફેલ નિવેદનો આપી રહ્યા છે. તેઓ ડિપ્રેશનમાં આવી રહ્યા છે માટે ભગવાન તેમને સદબુદ્ધી આપે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Assembly Election 2022, Gujarat Elections, Gujarati news, Jagdish Thakor

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन