સાબરકાંઠા# હિંમતનગર શહેરમાં ચેઇન સ્નેચરોનો ત્રાસ વધી રહ્યો છે. આવા જ બે ચેઇન સ્નેચરો બાઇક લઇને ચેઇન સ્નેચીંગ કરી ભાગવા જતાં તેમને અકસ્માતે મળી મોતની સજા. એક જ બાઇક પર સવાર બન્ને આરોપીઓ ભાગવા જતાં જ રોડ સાઇડમાં રહેલા સાઇન બોર્ડને ભટકાઇને પટકાતા એકનું મોત નિપજ્યું હતુ, જ્યારે બીજાને ઇજા થવા પામી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ચેઇન સ્નેચીંગ અને વાહન ચોરી આમ બાબતો બની જાય છે. આવી ચોરી હવે રોજ બરોજ વધતી જતી હોય સામાન્ય બની રહી છે પણ આ દરમિયાન જ આવી જ ઘટનામાં અસામાન્ય બાબત બની ગઇ. સંબંધીને ત્યાં મળવા જઇ રહેલા એક એક્ટીવા પર મહિલાના ગળામાંથી સોનાનો દોર ચીલ ઝડપ કરીને એક જ બાઇક પર આવેલા બે ચઇને સ્નેચરો ઝડપથી ભાગવા જતાં સાઇને બોર્ડને ભટકાઇ પડ્યા હતા અને રોડ અને ફુટપાથની પાળી સાથે પટકાઇને પછડાતા બન્નેને ઇજા પહોંચી હતી, જેમાં એકનું મોત થયું હતુ, તો બીજાને માથા અને હાથે ઇજાઓ પહોંચતા હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.
મૃતક રોપી અને તેની સાથે ઘાયલ થયેલ આરોપી આમ તો રીઢા ગુન્હેગારો છે અને તેમના વિરૂદ્ધ પહેલા પણ ચીલ ઝડપના ગુન્હાઓ પ્રાંતિજ અને અન્ય પોલીસ સ્ટેશનોમાં નોધાયેલા છે. જેમાં આરોપી બાઇક ચાલક અતુલ ભોઇ રહે પ્રાંતિજ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલ ચેઇન સ્નેચરને માથા અને હાથ ના ભાગે ઇજાઓ પહોંચી હતી જેને લઇને બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ દરમિયાન અતુલ ભોઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. અન્ય એક આરોપી હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યો છે. આમ તો પોલીસ આરોપી અતુલને ઝડપી લઇને કોઇ ભેદ ઉકેલી શકે એ પહેલા જ અતુલનું મોત નિપજ્યું હતુ પણ હાલ તો હવે ભાથી મકવાણાં પાસેથી ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે.