Home /News /sabarkantha /પ્રાંતિજમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, બંનેની હત્યા કરાઇ,બે માસ પહેલા જ પ્રેમિકાના થયા હતા લગ્ન

પ્રાંતિજમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, બંનેની હત્યા કરાઇ,બે માસ પહેલા જ પ્રેમિકાના થયા હતા લગ્ન

હિંમતનગરઃ પ્રભુતામાં પગલા પાડ્યા માંડ ગણતરીના જ દિવસો થયા છે અને ત્યા જ પરણિતાની હથેળીમાંથી મહેંદી રૂપી જીવનની રેખા જ ભુસાઇ ગઈ છે. વાત છે સાબરકાંઠાના પ્રાંતિજના આરસોડા ગામની કે જ્યાની પરણિતાના બે માસ અગાઉ જ લગ્ન થયા હતા પરંતુ પ્રેમએ તેનો જીવ લીધો છે. તેના પ્રેમી અને નિમલની હત્યા કરેલી હાલતમાં વારા ફરથી લાસ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. તો પોલીસે ઘટના સ્થડે પહોચીને તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    આરસોડા ગામ અને મૌછા ગામની સીમમાંથી વારાફરતી બંનેની લાશ મળી આવી છે.એક લાશ બે દિવસ પહેલા અને બીજી લાશ આજ વહેલી સવારે પોલીસને મળી આવી હતી. નિલમ ના લગ્ન હજુ તો ગત માર્ચ માસમાં થયા હતા અને પ્રભુતામાં પગલા પાડ્યા માંડ થોડા જ દિવસો થયા હતા અને તેના જીવનની રેખા જ ભુસાઈ ગઈ. નિલમ ના લગ્ન થયા બાદ પણ તે તેના પ્રેમી ભરતસિંહને ભુલી શકી નહોતી અને બંને અવાર નવાર મળતા જ રહેતા હતા.

    અને તેનાથી તેના પરીવાર જનો પણ પરેશાન હતા આ દરમ્યાન ગત સોમવારે નિલમના પ્રેમી ભરતસિંહની હત્યા કરેલી લાશ ગામ નજીક ખારી નદીના કિનારે આવેલા એક ખેતર માંથી મળી આવી હતી તો બીજી તરફ નિલમ પણ ગુંમ હતી. પણ તેના પરીવારજનોએ પોલીસને કોઇ જ ખબર આપી નહી કે નિલમ ગુમ છે આમ પોલીસે ભરતસિંહની હત્યાની તપાસ હાથ ધરી હતી ત્યાં જ આજ વહેલી સવારે નિલમની પણ લાશ કે જ્યા ભરતની લાશ મળી હતી.

    ત્યાં નજીકના બાજરીના ખેતર વચ્ચે થી દુર્ગધ આવવાને લઇને પોલીસને મળી આવી હતી.પોલીસે હવે નિલમની લાશને લઇને તેની પણ હત્યા ગળુ દબાવીને કરી હોવાને લઇને તપાસ હાથ ધરી છે.

    પ્રાંતિજના આસરોડા ગામના 32 વર્ષના ભરતસિંહ પરમાર અને ગામની જ  24 વર્ષની નિલમ પરમાર બંને લાંબા સમય થી એક બીજાના પ્રેમમાં હતા બંને જણા અવાર નવાર એક બીજાને મળતા રહેતા હતાં અને નિલમના લગ્ન બાદ પણ બંને જણા મળતા હતા.લગ્ન બાદ નિલમ પણ પિયરમાં જ રોકાયેલી હતી અને બંને જણાં મળતા હોવાને લઇને તેમના પરીજનો માંથી જ કોઇએ આ બંનેની હત્યાં કરી હોવાનુ પોલીસે હાલ તો શંકા રાખીને તપાસ હાથ ધરી છે.

    પોલીસ માટે હવે સવાલ એ પેદા થયો છે કે નિલમ અને ભરત સિંહ આ બંનેના પ્રેમના દુશ્મન કોણ હોઇ શકે તે વાતને લઇને આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ ની કડીઓ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.પણ પોલીસે જો કે નિલમના પતિની પણ પુછપરછ કરી હતી પણ પોલીસ માટે હવે આ બંનેની હત્યા કોણે કરી હોઇ શકે તે બાબતેની કડીઓ મેળવવા માટે ફોરેન્સીક અને ડોગ સ્કોડ મારફતે પણ તપાસ હાથ ધરી છે. જો કે હાલ તો પરીજનોની પણ પોલીસે આકરી પુછપરછ હાથ ધરીને બંને ના પરીજનોમાંથી જ હત્યારા હોઇ શકે એ દીશામાં આશંકા મજબુત કરીને તપાસ હાથ ધરી છે.
    First published:

    Tags: ક્રાઇમ, ગુનો, પ્રેમસંબંધ, હત્યા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો