ઈડરના વસાઈ ગામના મયુર ચૌધરી ચક્ષુહીન હોવા છતા સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે. મયુર ચૌધરીએ ઈન્ચરનેટના માધ્યમનો ઉપ્યોગ કરી સરકારી પરીક્ષાની તૈયારી કરી અને સફળ થયા. હાલ તેઓ પંચમહાલના શહેરા ખાતે સિનિયર ક્લાર્ક ની ભૂમિકા ભજવી રહ્યા છે.
Raj Chaudhary Sabarkantha: સરકારી નોકરી તૈયારી અનેક લોકો કરતા હોય છે. પરંતુ જો તેઓ સફળ નથી થઈ શકતા તો તે લોકો નાસીપાસ થઈને પરીક્ષાની તૈયારી છોડીને અન્ય નોકરી કરવા લાગે છે. પરંતુ આપણે આજે એવા વ્યક્તિની વાત કરીશું જેઓએ તૈયારી કરતા ઉમેદવારો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.વાત છે ઈડરના વસાઈ ગામના મયુર ચૌધરીની જેઓ ચક્ષુહીન છે. જેઓએ યુટ્યુબના માધ્યમથી વીડિયો અને ઓડિયો સાંભળીને તૈયારી કરી સિનિયર ક્લાર્કની પરીક્ષામા સીધી પસંદગી પામી પરીવાર સહિત સમગ્ર વિસ્તાર માટે ગૌરવરૂપ સાબિત થયા છે.
દિવ્યાંગ સંતાન પરીવાર માટે પણ પડકાર
સામાન્ય રીતે આજના ડિજિટલ યુગમાં આંખની દ્રષ્ટિ અત્યંત જરૂરી છે,જોકે દિવ્યાંગ બાળકના જન્મ સાથે પરીવાર માટે ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે.ત્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, તેવી યુક્તિ સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામના જગદીશભાઈ ચૌધરી થકી સાચી સાબિત થઈ છે.જગદીશભાઈના પુત્ર મયુરભાઈ જન્મથી આંખથી દિવ્યાંગ હોવા છતાં આજની તારીખે સમગ્ર ગુજરાતમાં સિનિયર ક્લાર્કની ભરતીમા સીધી પસંદગી પામ્યા છે, જે સમગ્ર વિસ્તાર સહિત પરીવાર માટે ગૌરવ રૂપ બાબત બની રહી છે.
મયુરનો અભ્યાસથી લઈ સરકારી નોકરીની તૈયારી
કોઈપણ મા બાપ માટે સર્વ ગુણ સંપન્ન બાળકની અપેક્ષા રાખતાં હોય છે.જોકે ક્યારેક કુદરતની કરામત કે સામાન્ય તકલીફ ના પગલે બાળક દિવ્યાંગ જન્મતું હોય છે.પરંતુ તેની માનસિક ક્ષમતા ખૂબ મોટી બની રહેતી હોય છે,ત્યારે સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે જગદીશભાઈ ચૌધરીના પુત્ર મયુર જન્મથી દિવ્યાંગ હોવા છતાં માનસિક બુદ્ધિ ક્ષમતા સહિત વિવિધ ડિજિટલ સંસાધનોના પગલે ધોરણ 10, 12 પાસ કરી કોલેજના અભ્યાસ બાદ શ્રેષ્ઠતમ પ્રયત્નોના ભાગરૂપે સિનિયર ક્લાર્કની નોકરીમાં પસંદગી પામ્યા છે.આ મામલે તેમના પિતા જગદીશભાઈ ચૌધરી જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કે કેટલીક બાબતોમાં તકલીફો જણાઈ,પરંતુ મન મક્કમ રાખી આગળ વધતો રહ્યો અને સફળ થયો.
21 મી સદી એ ડિજિટલ યુગ છે. ત્યારે જો ડિજિટલ યુગનો માનવ વિકાસ અર્થે ઉપયોગ કરાય તો કેવા પરિણામો મળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આજે સાબરકાંઠાના મયુરભાઈ ચૌધરી પૂરું પાડી રહ્યા છે. જન્મથી દિવ્યાંગ હોવા છતાં તેમને ડિજિટલ માધ્યમ થકી અભ્યાસની શરૂઆત કરી અને દિનપ્રતિદિન નો માર્ગ ટકાવી રાખ્યો,અને સફળતા મેળવી.
હાલમાં પંચમહાલના શહેરા ખાતે સિનિયર ક્લાર્ક ની ભૂમિકા ભજવી રહ્યા છે.જોકે તેમના મતે આજની તારીખે પણ મન હોય તો માળવે જવાયની યુક્તિ ચરિતાર્થ કરતા જોવા મળી રહ્યા છે. મયુરભાઈ ચૌધરી બાળપણથી જ વિવિધ રમતો સહિત આજની તારીખે પણ નોકરીના સ્થળ સુધી જવા આવવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. સાથોસાથ ચેસની રમતમાં સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ પાવરધા ધરાવે છે. જોકે બ્રેઇન લિપિ થકી તેમનું લખાણ અને વંચાણ પણ એટલું જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે.ત્યારે મયુરભાઈ સમગ્ર યુવા પેઢી માટે સ્થાનિક વિસ્તારમાં આદર્શરૂપ બની રહ્યા છે.
મયુરભાઈ બન્યા યુવા વર્ગ માટે રોલ મોડલ
જોકે એક તરફ સામાન્ય બાબતોમાં કેટલાક લોકો પોતાની આશા અપેક્ષા અને પ્રયાસ છોડી દીધા હોય છે.ત્યારે સાબરકાંઠાના ઇડરના મયુરભાઈ દિવ્યાંગ હોવા છતાં સરકારી નોકરી મેળવી આજે સમગ્ર યુવા વર્ગ માટે રોડ મોડલ બની રહ્યા છે.ત્યારે પ્રયત્ન બાદ હંમેશા સર્જનાત્મક શક્તિમાં વધારો કરે છે.તેનું ઉત્તમ ઉદાહરણ મયુરભાઈ બની રહ્યા છે.