
હિંમતનગરઃ એટીએમ આમ તો પૈસા ઉપાડવા માટે વપરાતુ હોય છે ત્યારે આ એટીએમ એવુ છે કે જેમાંથી પાણી નીકળે છે. આમ તો એક તરફ હાલ પાણી પાણીના પોકારો છે તો બીજી તરફ પાણી ને બચાવવા ની શિખ પણ હાલ તો પાણીના પોકારની સ્થીતી વડે મળી રહી છે, આ દરમ્યાન સાબરકાંઠાના અંતરીયાળ એવા લક્ષ્મીપુરા ગામે હવે પાણી ને વડફાતુ બચાવવા માટે પીવાના પાણી માટે વોટર એટીએમ અપનાવ્યુ છે અને આમ લોકો હવે પાણીને તોલીને જાણે વાપરવા લાગ્યા છે.