Home /News /sabarkantha /

અરવલ્લી જળબંબાકાર: મેશ્વો નદીના પાણી ફરી વળતાં 10થી વધુ ગામો સંપર્કવિહોણા

અરવલ્લી જળબંબાકાર: મેશ્વો નદીના પાણી ફરી વળતાં 10થી વધુ ગામો સંપર્કવિહોણા

અરવલ્લી પંથકમાં ભારે વરસાદને લીધે ચારેકોર પાણી જ પાણી

ભારે વરસાદને લીદે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે.

    અરવલ્લી: ગઇકાલથી સમગ્ર રાજ્યમાં સર્વત્ર વરસાદ (heavy rain) જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે અરવલ્લીમાં આભ ફાટ્યાં જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ગઢડા કંપામાં 4 ઇંચ (4 inch rain) વરસાદ ખાબક્યો છે. જેના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા જ છે, પરંતુ ખેતરોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. જેના લીધે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

    અરવલ્લી પંથકમાં ભારે વરસાદને લીધે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લીદે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉપરાંત મેશ્વો નદીના પાણી ફરી વળતાં 10થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. હાલ તંત્ર દ્વારા આ ગામોનું સંપર્ક સાધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


    ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાક આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

    24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ : રાજ્યમાં (Gujarat Monsoon) છેલ્લા થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ (rainfall forecast) વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે હજી બે દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે. આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Gujarat rain forecast, Heavy rain

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन