Home /News /sabarkantha /Sabarkantha: 27 કલાત્મક ગોખ ધરાવતી એક માત્ર વાવ " બ્રહ્માવાવ", આવો છે ઇતિહાસ

Sabarkantha: 27 કલાત્મક ગોખ ધરાવતી એક માત્ર વાવ " બ્રહ્માવાવ", આવો છે ઇતિહાસ

X
બ્રહ્માજીએ

બ્રહ્માજીએ વિશ્વકર્માને આજ્ઞા કર્યા પછી અનેક મંદિરો બનાવાયા હતા તેમાંથી આ એક વાવ છે.

બ્રહ્માજી મંદિરમાં સ્થાપિત ચતુરમુખી બહ્માજીની મૂર્તિ આ વાવમાંથી પ્રાપ્ત થયેલી છે.એટલે આ એક અતિ પવિત્ર સ્થળ છે.પહેલાના સમયમાં વાવ બંધાવવી એ એક પવિત્ર, ધાર્મિક તથા પ્રતિષ્ઠાપાત્ર કાર્ય ગણાતું હતુ.

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં આવેલી 14 મી સદીની બ્રહ્મવાવ ઐતીહાસીક અને પૌરાણીક ધરોહર ધરાવે છે. પુરાણોમાં એનો ઉલ્લેખ બ્રહ્મવાપી તીર્થ ગોત્રતીર્થ તરીકે થયેલો છે. વાવની અંદર હુમ્મડ જૈન તથા ખેડવાળ બ્રાહ્મણોના કુળદેવતાઓના 27 કલાત્મક ગોખ આવેલા છે.

વાવનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં થયેલો છે

આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણોત્પતિ માર્કન્ડ નામના ગ્રંથમાં છે, આ ઉપરાંત મત્સ્યપુરાણ, માનસાર, રૂપમંડન, રૂપાવતાર, સમરાંગણ સૂત્રધાર જેવા અનેક ગ્રંથોમાં છે.



ચાર કુટ વાળી નંદા પ્રકારની આ વાવ

પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ, આ નંદા પ્રકારની વાવ છે જે ચાર કૂટ ધરાવે છે. 14 મી સદીમાં બંધાયેલી આ વાવનો પ્રવેશ માર્ગ પૂર્વમાં તો કૂવો પશ્ચિમમાં છે. ચોથો કૂટની સાથે કૂવો પણ સંલગ્ન છે. ચારેય ફ્રૂટને સંલગ્ન હોવાથી સમગ્ર વાવ ઉપર જઈ શકાય છે.



વટેમાર્ગુઓ વાસણથી સીધુ પાણી ભરી શકતા

લોકવાયકા મુજબ, બ્રહ્માજી મંદિરમાં સ્થાપિત ચતુરમુખી બહ્માજીની મૂર્તિ આ વાવમાંથી પ્રાપ્ત થયેલી છે.એટલે આ એક અતિ પવિત્ર સ્થળ છે.પહેલાના સમયમાં વાવ બંધાવવી એ એક પવિત્ર, ધાર્મિક તથા પ્રતિષ્ઠાપાત્ર કાર્ય ગણાતું હતુ. વાવની બાંધણી એવી રીતે થતી કે વટેમાર્ગુઓ વાસણથી સીધેસીધું પાણી ભરી શકતા હતા.

આરામ કરવા માટે ઠંડકવાળી જગ્યા પણ વાવમાં હતી

આ વાવમાં ભોજન તથા શાંતિથી આરામ કરી શકે તેવી ઠંકડવાળી જગ્યા પણ ગણાતી હતી. આ વાવમાં બારેમાસ પાણી જોવા મળતું. પાર્વતી દેવી પ્રત્યે ક્ષણિક આકર્ષણ થવાના દોષમાંથી મુક્ત થવા બ્રહ્માજીએ આ સ્થળે યજ્ઞ કર્યો હતો અને નગરને પુન:નિર્મિત કરાવ્યું હતું. પુરાણોમાં આ નગરને સતયુગમાં બહ્મપુર, દ્વાપરમાં ચંબકપુર, કલયુગમાં બ્રહ્મખેટક પછી બ્રહ્માની ખેડને હાલમાં ખેડબ્રહ્મા નામે ઓળખાય છે.



બ્રહ્માની વિશ્વકર્માને આજ્ઞા આપી હોવાનો ઈતીહાસ

ઈતિહાસ મુજબ બ્રહ્માએ વિશ્વકર્માને આજ્ઞા કરી હતી કે મારા આ પુત્રો માટે ભવ્ય મંદિરો,નકશીવાળા અને અમૂલ્ય વસ્તુઓથી જડતરવાળા મકાનો બનાવો.તેમજ વાવ, કૂવા, તળાવ, આકાશગામી મંદિરો બનાવ્યા.હાથીખાના છોડારો,બળદ રાખવાના સ્થળો, ગૌ શાળા બનાવી, બ્રહ્માની આજ્ઞાથી બધાએ તેમાં જનવાસ કર્યો.

આ પણ વાંચો:  કંપનીઓ નોકરી આપવા તમને શોધતી આવશે, કરી લો ધોરણ 12 પછી આ કોર્સ

પહેલા બ્રહ્માની મૂર્તિ સોનાની હતી

આ સુંદર નગરની રચના કર્યા પછી બ્રહ્મા બ્રહ્મલોકમાં જવાની તૈયારી કરવા લાગ્યા,તે વખતે બધા બ્રાહ્મણો, ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરી કે આપનામાં અમારા બધાનું બ્રહ્મ ધ્યાન રહે તેવું કંઇક કરો.એટલે બ્રહ્માએ પોતાની એક પ્રતિકૃતિ આપી અને તેનું પૂજન કરવાની આજ્ઞા આપી હતી.તેની પૂજાથી સંસારના અનેક ગુણ બધા ભોગવશો તેવા આશીર્વાદ આપ્યા હતા.બ્રહ્માની આ મૂર્તિ સોનાની હતી. દિવ્ય આભૂષણથી શોભતી હતી અને તેના ચોસઠ મુખ હતા.
First published:

Tags: Local 18, Sabarkantha