Home /News /sabarkantha /અમુલ ફેડરેશને દુધના ભાવમાં કર્યો રૂ. 2 પ્રતિ લિટરે વધારો
અમુલ ફેડરેશને દુધના ભાવમાં કર્યો રૂ. 2 પ્રતિ લિટરે વધારો
અમુલ ફેડરેશન દ્વારા ભારત ભરના અમુલના દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને આજથી 12 તારીખ સુધીમાં ભારત ભરમાં ભાવ વધારો અમલી બની જશે.
અમુલ ફેડરેશન દ્વારા ભારત ભરના અમુલના દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને આજથી 12 તારીખ સુધીમાં ભારત ભરમાં ભાવ વધારો અમલી બની જશે.
સાબરકાંઠા# અમુલ ફેડરેશન દ્વારા ભારત ભરના અમુલના દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને આજથી 12 તારીખ સુધીમાં ભારત ભરમાં ભાવ વધારો અમલી બની જશે.
મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે લોકોના માથે હા હવે અમુલના દુધમાં થયો છે રૂપિયા બે નો ભાવ વધારો. હવે તો નાના બાળકોને દુધ પિવડાવું બની ગયું છે મોંઘુ. અમુલ દુધના ભાવ વધારો ચોથી જૂનથી ગુજરાતમાં અમલમાં આવશે. આવતી કાલ શુક્રવારથી દિલ્હીમાં ભાવ વધારો અમલમાં આવશે અને જેનાં બીજે દિવસે એટલે કે, શનિવારથી ગુજરાતમાં ભાવ વધારો અમલમાં આવશે.
બે રૂપિયાનો ભાવ વધારો પ્રતિ લીટરે જાહેર કરાયો છે અને આવનારી 12 તારીખ સુધીમાં ભારતભરમાં આ દુધનો ભાવ વધારો લાગુ પડી જશે. ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે, અમુલ બ્રાંડથી ઉત્પાદીત દુધ માં ભાવ વધારો અમલમાં આવશે. જો કે, આ ભાવ વધારો લાંબા સમયે અમલમાં આવ્યો હોવાનું ફેડરેશનનું કહેવું છે, તો બીજી તરફ હાલમાં ઉનાળાની અછત અને પશુપાલન દ્વારા દુધ ઉત્પાદનની પડતરમાં થઇ રહેલ મોંધવારીને લઇને આ ભાવ વધારો કરાઇ રહ્યો હોવાનું પણ ફેડરેશનના ચેરમેન જેઠાભાઇ જણાવ્યું હતુ.
તો બીજી તરફ દુધ ઉત્પાદન મોંઘુ થવાને લઇને ભાવ વધારો થતો હોઇ પશુપાલકોને પણ પ્રતિકીલો ફેટ દસ રૂપિયા જેટલો ભાવ વધારો આવતા સપ્તાહે જાહેર કરાશે આમ ગ્રાહકોને ભાવ વધારો સહન કરવા સામે દુધ ઉત્પાદક પશુ પાલકોને દુધ ઉત્પાદન ના વેચાણ સામે તેમને પણ ભાવધારો અપાશે. હવે તો લોકોને દુધ પીવું પણ મોંધુ પડી રહેશે કારણ કે, તમામ જગ્યાએ મોંઘવારીએ માઝા મુકી છે, ત્યારે હવે સફેદ દુધ પણ લોકોને કાળુ લાગવા લાગશે.