હિંમતનગરઃ ઓબીસી એક્તા મંચ અને ઠાકોર સેના હવે જનતા દરબારની શરૂઆત આગામી જુન માસથી કોંગ્રેસના ગઢ ગણાતા વડગામ અને દાંતા વિધાનસભાથી કરશે. સાબરકાંઠાના બેરણાં ખાતે સભામાં અલ્પેશ ઠાકોરે આ જાહેરાત કરી હતી.
હિંમતનગરઃ ઓબીસી એક્તા મંચ અને ઠાકોર સેના હવે જનતા દરબારની શરૂઆત આગામી જુન માસથી કોંગ્રેસના ગઢ ગણાતા વડગામ અને દાંતા વિધાનસભાથી કરશે. સાબરકાંઠાના બેરણાં ખાતે સભામાં અલ્પેશ ઠાકોરે આ જાહેરાત કરી હતી.
હિંમતનગરઃ ઓબીસી એક્તા મંચ અને ઠાકોર સેના હવે જનતા દરબારની શરૂઆત આગામી જુન માસથી કોંગ્રેસના ગઢ ગણાતા વડગામ અને દાંતા વિધાનસભાથી કરશે.સાબરકાંઠાના બેરણાં ખાતે સભામાં અલ્પેશ ઠાકોરે આ જાહેરાત કરી હતી.
સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણાંમાં ઠાકોર સેનાની સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ઠાકોર સેનાનુ એક સંમેલન યોજાયુ હતુ. જેમાં હાજર રહેલા ઓબીસી એકતા મંચના અધ્યક્ષ એલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી.અને જેમાં હવે નેતાઓના દરબાર ખુબ થયા પણ હવે જનતા દરબાદ એટલે કે પ્રજાના દરબાર યોજાશે એવી જાહેરાત કરી હતી.
આગામી જુન માસથી પ્રારંભ થનાર આ જનતા દરબારમાં નેતાઓને બોલાવાશે અને પ્રજાના વિકાસની વાત કરાશે.જો કે આ આ જનતા દરબારની શરૂઆત કોંગ્રેસના ગઢ ગણાતા દાંતા અને વડગામ વિધાન સભા બેઠક વિસ્તાર થી કરાશે. હિંમતનગર ના બેરણા ખાતે યોજાયેલ વ્યસન મુક્તી અને શિક્ષણ ની વાતને લઇને આ સંમેલન યોજાયુ હતુ અને જેમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી તો મોટી સંખ્યામાં ઠાકોર સેનાના લોકો પણ આ સંમેલનમાં જોડાયા હતા.